કાવ્યો અમારા છે | Kavyo Amara Chee

દુઃખો નો સાગર છે જીવન
સબંધો તો સૌ કિનારા છે

અહીં સાંભળશે તો સૌ ગઝલો તારી પ્રેમ
અહીજ તો સૌ પીનારા છે

દૂર ક્ષણ માં તું જ હાર કિનારા માં તું છે
જીવનના એકેય દિવસ માં કાયા મારા છે

એવું નથી કઈ એકલો જ જીવી ગયા
આ કાવ્યો તો છે જે અમારા છે

સ્વપનો બની છે આંખમાં પાંગરી રહ્યા
સ્મરણો બની એ આસુ થનાર છે

કરીશ ન એનું તું ગુમાન કદીય પ્રેમ
ક્ષણે કહ્યા કે તારા કાવ્યો સારા છે

છે જિંદગી ના દિવસો બહું ઓછા અને
મળ્યા જીવન બૌ મીઠા સથવારા છે

Dr. Krupesh Thacker

A well known Lyricist, Music Composer, Singer, Actor & Producer currently active in Gujarati & Hindi Music & Film Industry.Also likes to write Poetry and articles on various topics including Music, Spirituality & Motivation.

Leave a Reply

Your email address will not be published.