કૃપ મ્યુઝિક, ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ભાવનગરમાં ગાયન, નૃત્ય અને મોડેલ માટેના ઓડીશન લેવાયા

ભાવનગર ખાતે તા.૨૯ માર્ચના રોજ કૃપ મ્યુઝિક અને ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ગાયન (સુર ગુજરાત કે), નૃત્ય (નચ લે) અને મોડેલની શોધ (ઈ સિતારા મોડેલ) માટેના ઓડિશન સિલ્વર બેલ્સ સ્કુલ ખાતે યોજવામાં આવ્યા. ઓડિશનમાં વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. રાજ્ય કક્ષાની આ સ્પર્ધાઓમાં જીતનાર પાંચ સ્પર્ધકોને કૃપ મ્યુઝિકની આવનારી ફિલ્મ કે આલ્બમમાં લેવામાં આવશે.