મુન્દ્રાની આર્ચીએ કબડ્ડીના વર્લ્ડ કપમાં રાષ્ટ્રગીત ગાયું

અમદાવાદ ખાતે આયોજીત કબડ્ડીના વિશ્વક્પની ઓપનીંગ સેરેમનીમાં મુન્દ્રાની દિકરી આર્ચી મીસ્ત્રીએ રાષ્ટ્રગીતનું ગાયન કર્યું હતુ. રાજ્યના મુખ્યમંત્રી સાથે 12 દેશોની ટીમના કેપ્ટન ઉપસ્થીત રહ્યા હતા. કબડ્ડીનો વર્લ્ડકપ આ વખતે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે ત્યારે ક્ચ્છના મુન્દ્રાની રહેવાસી આર્ચી ભાવિન મીસ્ત્રીને આ ઉચ્ચ પ્લેટફોર્મ પર દેશનું રાષ્ટ્રગીત પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો હતો. વિશ્વકપની ઓપનીંગ સેરેમનીમાં રાષ્ટ્રગીતનું ગાન કરી રહેલી આર્ચી દ્રશ્યમાન થાય છે.