Jivan No Saar
ખુશી મિલન ની હોય છે બે પલ ફક્તને
દર્દ વિરહ નું મળે ને પારવાર મળે
પ્રેમ ના પંખી ને મળે જો બંધન રિવાજોનું
ઓચારિક મળે સ્મિત ને વ્યહવાર મળે
એ રીતે મળી છે ઉપેક્ષા જીવનભર ફક્ત
ડરી જાય છે હૈયું જો સહવ્યવારે મળે
તુજ મિલનની ઝંખના માં એમ વીતે છે જીવન
તોફાનો માં ડૂબતી નવ ને જેમ તારણહાર મળે
મૃગજળ સમાં સંબંધોને મૃગલા સમી અપેક્ષા
બે ચાર શબદો માં જ પ્રેમ તુજ જીવનનો સાર મળે
વિરહ રૂપે પ્રગટે છે અલ્પમાં પ્રેમ અને
સમાઈ જાય છે બિંદુમાં જો વિસ્તાર મળે