Skip to content

Give Vacha Foundation

The World's Biggest Kutchi Literature Festival Kutchi Mijaaj has been announced

વિશ્વના સૌથી મોટા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘કચ્છી મિજાજ’ની થઈ જાહેરાત

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા સંચાલિત ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબએ કચ્છના સૌથી મોટા કચ્છી લીટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટીવલ ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય પર્વ’ ના આયોજન કરવાની જાહેરાત કરી. જેમાં કચ્છના જાણીતા સાહિત્યકારો, કલાકારો અને યુવા સર્જકો તેમજ વિવિધ સંસ્થાઓ જોડાઈ કચ્છની ધરા અને કચ્છી મિજાજને સાહિત્ય અને કલા થકી વૈશ્વીક સ્તરે ઉજાગર કરશે.

Parv Fusion Band Artists Launching "Jai Adhyashakti" prayer at Gunje Gita Kendra.

નવરાત્રી પર્વ નિમિતે કચ્છી કલાકારો દ્વારા અંબે માં આરતીની ભવ્ય રજૂઆત

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા નવરાત્રી ઉત્સવ નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશના ‘જય આદ્યાશક્તિ’ અંબે માં આરતીનું અંજારના ગિવ વાચા સેન્ટર ખાતે આમંત્રિત કુમારીકાઓને હસ્તે લોકાર્પણ થયું.

Unveiling Brilliance: Krup Talent Hunt Kutch Auditions Rock DAV Public School

Amidst a buzz of excitement and a burst of creativity, the stage was set at DAV Public School, Gandhidham, for the beginning of awe-inspiring Krup Talent Hunt Kutch auditions. This dynamic event brought together participants from both senior and junior age groups, each armed with a unique talent that spanned singing, dancing, modeling, acting, instrument playing, and even open mic performances. Organized by the Give Vacha Foundation and Krup Music in collaboration with Esy ID, Krup Academy, and Krup Productions, this global talent show provides a platform for Indian talents to shine online as well as through on-ground auditions. With the guidance of renowned mentors, Singer-Songwriter and Filmmaker Dr. Krupesh Thacker and film producer Dr. Pooja Thacker, as well as a comprehensive Artist Branding 101 workshop, this event was a true celebration of creativity, unity, and boundless potential.

Doctor Who Knows How To Run A Music Company Along With Public Service Dr. Krupesh Thacker Krup Music

‘ઈન્ટરનેશનલ ડોક્ટર ડે’ વિશેષ:અંજારના તબીબ લોકસેવાની સાથે મ્યુઝિક કંપની ચલાવી જાણે છે, છેલ્લા 7 વર્ષમાં 17 ગુજરાતી અને 1 હિન્દી ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કર્યુ

આજે 1લી જુલાઇના રોજ વિશ્વ ડોક્ટર ડેની ઉજવણી સમગ્ર દુનિયામાં વિવિધ રીતે કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરીએ એક એવા ડોક્ટરની કે જેમણે કચ્છમાં રહી સંગીતને વિશ્વ ફલક પર પહોંચાડવાનું કાર્ય કર્યું છે. અંજારના ડો. કૃપેશ ઠક્કરની કૃપ મ્યુઝિક કંપની દ્વારા છેલ્લા સાત વર્ષ દરમિયાન 17 ગુજરાતી અને એક હિન્દી ફિલ્મનો મ્યુઝિક આલ્બમ તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ ડોક્ટર ઠક્કરે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પણ સહયોગ સ્થાપી ભાવિ ગાયક અને વાદકને આગળ લાવવા પ્રયાસો કર્યા છે. સાથે-સાથે તેઓ સામાજિક સેવાકાર્યો પણ કરી રહ્યા છે. તો જાણીતો સૂર ગુજરાત કે જેવો મ્યુઝિક શો પણ ચલાવી રહ્યા છે.

મા પર્વમાં દેવી સ્વરૂપ વૃદ્ધાશ્રમની માતાઓનું થયું પૂજન

અંજારની સંસ્થા ગીવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝીક તથા ઇઝી આઈ.ડી. ના સંયુક્ત ઉપક્રમે ‘મા પર્વ’ નિમિતે માધાપરના શ્રીહરિ શાંતિનિકેતન વયસ્ક વિશ્રામ સ્થાન ખાતે દેવી પૂજાનું આયોજન થયું. જેમાં પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ડૉ. કૃપેશ નયના શશીકાંત, ડૉ. પૂજા ઠક્કર, પર્વ ઠક્કર અને વાચા ઠક્કર એ ‘યા દેવી સર્વભુતે’ ના ભાવથી દેવી સ્વરૂપ વૃદ્ધ માતાઓનું પૂજન કર્યું અને આશીર્વાદ મેળવ્યા તથા ગૂંજે ગીતા પ્રસ્તુત કરી જેમાં ગીતા પઠન માટે પચાસ થી પણ વધુ વડિલો જોડાયા.

ગુજરાત દિવસ નિમિતે ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીત સાથે માતૃભાષા થકી થયું માતૃભૂમિનું પૂજન

ગુજરાત દિવસ નિમિતે ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીત સાથે માતૃભાષા થકી થયું માતૃભૂમિનું પૂજન

ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા હાલમાં ચાલી રહેલા ‘મા પર્વ’ અંતર્ગત માતૃભૂમિને વંદન કરવા ગુજરાત દિવસ નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીતના વિડિયોનું શ્રી ત્રિકમદાસજી મહારાજને હસ્તે સચ્ચિદાનંદ મંદિર લોકાર્પણ કરાયું. ગુજરાત અને તેની વિશેષતાઓનું ગુણગાન ધરાવતા આ ગીતને ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર એ શબ્દો તથા સંગીતથી શણગાર્યું છે તેમજ કચ્છી કલાકારો યંગેસ્ટ સીંગર ઇન વર્લ્ડ પર્વ ઠક્કર, વાચા ઠક્કર તથા ડોકટરે કંઠ આપ્યું છે.

ગુરૂપૂજા થકી માતાના ૧૧ રૂપ માં એક એવા શિક્ષિકાનું થયું પૂજન

ગુરૂપૂજા થકી માતાના ૧૧ રૂપ માં એક એવા શિક્ષિકાનું થયું પૂજન

હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા ચાલતાં ‘મા પર્વ ૨૦૨૩’ અંતર્ગત અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગુરૂપૂજાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત ત્રીસ દિવસીય તહેવારમાં માતાના અગિયાર સ્વરૂપોની પૂજા સાથે મધર્સ ડે ની ઉજવણી થાય છે ત્યારે અંજારના શિષ્યોએ માતાના સ્વરૂપ એવા તેમના ગુરૂનું પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. કૃપેશ એ તેમના ગુરુ કલ્પનાબેન મહેતાના પૂજન સાથે કરી ત્યાર બાદ બાળ કલાકારો પર્વ અને વાચા એ તેમના ગુરૂ રીચાબેન ચાવડાની પૂજા કરી તથા શિક્ષિકાઓ શીતલબેન રબારી, ભાવનાબેન ભાવસાર, વૈશાલીબેન ભટ્ટ અને અંકિતાબેન જોશીની તેમના શિષ્યોએ આચાર્ય દેવો ભવ: ની ભાવનાથી પૂજન અને તુલસી માતા વડે સત્કાર કર્યું.

માતૃ પૂજા સાથે વૈશ્વિક મા પર્વ ૨૦૨૩ નું કચ્છ ખાતે શુભારંભ

માતૃ પૂજા સાથે વૈશ્વિક મા પર્વ ૨૦૨૩ નું કચ્છ ખાતે શુભારંભ

હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીકના સંયુક્ત ઉપક્રમે માતૃ પૂજા સાથે અંજારના ગીવ વાચા સેન્ટર ખાતે મા પર્વ ૨૦૨૩ ની શરુઆત થઇ. આ સંસ્થા ભારતીય સંસ્કાર સાથે વિશ્વભરમાં મધર્સ ડે ને  મા પર્વ રૂપે ત્રીસ દિવસીય તહેવાર તરીકે ઉજવી રહી છે. આ વર્ષે આ કાર્યક્રમનું શુભારંભ માતૃ પૂજા સાથે કરવામાં આવ્યું જેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માતાઓ તથા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાજીવભાઈ અંજારીયા, શ્રી એન. કે. ધોરિયા, પ્રિન્સિપલ શ્રીમતિ જલ્પાબેન તેમજ શ્રીમતિ સ્મિતાબેન ઝવેરી સાથે ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કરે હાજરી આપી હતી.

મા પર્વ અંતર્ગત ગૌ માતા સમક્ષ ગૂંજી ગીતા

મા પર્વ અંતર્ગત ગૌ માતા સમક્ષ ગૂંજી ગીતા

હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા વ્રજ ગૌશાળામાં ગૌ માતા સમક્ષ ગૂંજે ગીતાનો કાર્યક્રમ યોજાયું તથા બાળકોને ગૌ પૂજનના સંસ્કાર શીખવવામાં આવ્યા.

Yatra Naryastu Pujyante Song Launched On The Womens Parv 2023

‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ના વિચાર સાથે વુમેન્સ પર્વ ૨૦૨૩ નું આદિપુર ખાતે ભવ્ય કાર્યક્રમ

હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ૧ થી ૮ માર્ચ સુધી ‘વુમન્સ પર્વ 23’ નું આયોજન કરી રહ્યું છે ત્યારે આદિપુર ખાતે તોલાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સહિયારા પ્રયાસથી ઇન્ટરનેશનલ વુમન્સ ડે નું સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ‘નારી હૈ નારાયણી’ પુસ્તકનું વિમોચન, ‘કૃપ ટોક્સ’, ‘બાતે અનકહી’ તથા ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ગીતના લોકાર્પણનું આયોજન કર્યું હતું. વુમન્સ પર્વ વિષે વાત કરતા ગિવ વાચાના ટ્રસ્ટી નયનાબેન ઠક્કરે જણાવ્યું કે ‘છેલ્લાં સાત વર્ષથી સંસ્થા દ્વારા ઉજવાતા આ ઉત્સવનો હેતુ ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને ભારતીય સંસ્કૃતિના સંદેશ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા’ સાથે ઉજવી આવનારી પેઢીને સનાતન ધર્મના ભવ્ય વારસા સાથે જોડી રાખવાનું છે.

"Arjun Uvacha: The Spiritual Yatra" Launched On The Occasion Of World Poetry Day Parv

‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ નિમિતે ડૉ. કૃપેશના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું થયું લોકાર્પણ

હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) અંતર્ગત કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે ત્યારે ૨૧ માર્ચ ના રોજ ‘વર્લ્ડ પોટ્રી ડે પર્વ’ નિમિતે ભુજના ટેન-ઈલેવન લોન્જ ખાતે ડૉ. કૃપેશ ઠક્કરના  ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું કાર્યક્રમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદે, કચ્છ યુનિવર્સીટીના પ્રથમ કુલપતિ ડૉ. કાન્તીભાઈ ગોર, પ્રખ્યાત સાહિત્યકારો શ્રી પબુભાઈ ગઢવી, શ્રી મદનકુમાર અંજારિયા, શ્રી જયંતીભાઈ જોશી, ડૉ. રમેશ ભટ્ટ તથા ગીવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પુજાબેન ઠક્કર અને શ્રીમતી નિશાબેન ઠક્કરના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

Parv Fusion Band's Album Launch At Town Hall, Bhuj

રામનવમી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીતનું થયું લોકાર્પણ

હાલમાં જ રામનવમીના રોજ અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) કચ્છના સંયુક્ત ઉપક્રમે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીત તૈયાર થયું. જેનું લોકાર્પણ સંસ્કૃત ભારતીના કાર્યક્રમમાં ભુજ ખાતે કરવામાં આવ્યું. આ રામભક્તિ ગીતમાં વિશ્વના યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર તથા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર તથા સુર ગુજરાત કે સિઝન ૨ અમેરિકાની વિજેતા રીતિ એ પોતાની કલાનું યોગદાન આપ્યું.

હનુમાન જન્મોત્સવના બાળ કલાકારો દ્વારા અંજાર ગીવ વાચા સેન્ટરનું ઉદ્ઘાટન

હનુમાન જન્મોત્સવના બાળ કલાકારો દ્વારા અંજાર ગીવ વાચા સેન્ટરનું ઉદ્ઘાટન

હાલમાં હનુમાન જન્મોત્સવના પાવન પ્રસંગે અંજારમાં ગીવ વાચા સેન્ટરનું શુભારંભ શાળા નંબર 14 ખાતે કરવામાં આવ્યું. આ ઉજવણીમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત લોકોએ અને અંજારના બાળકલાકારોએ હાજરી આપી હતી. સનાતન સંસ્કારોથી બાળકો અને યુવાનોના ચરિત્ર ઘડતર માટે કાર્યરત આ સેન્ટરનું ઉદ્ઘાટન બાળકોને હસ્તે જ કરવામાં આવ્યું. જેમાં વિશ્વનો યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર, યંગેસ્ટ ચેન્જમેકર વાચા ઠક્કર તથા અન્ય બાળકો સાથે ગીવ વાચાના ટ્રસ્ટીઓ ડૉ. કૃપેશ તથા શ્રીમતી નયનાબેન, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પૂજા અને આમંત્રિત અતિથીઓને હસ્તે સંસ્થાના કેન્દ્રસ્થાને રહેલા પંચેશ્વરની છવીનું અનાવરણ કરાયું. કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસા પઠન દ્વારા કરવામાં આવી; જેમાં આમંત્રિત સૌ લોકો જોડાયા હતા. ત્યાર બાદ બાળ કલાકારોએ ગૂંજે ગીતા રજુ કરી.

મહાશિવરાત્રી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘ઓમ નમઃ શિવાય’ ગીતનું થયું લોકાર્પણ

જયારે ભારતભરમાં મહાશિવરાત્રી નિમિતે ઉત્સવો ઉજવાઈ રહ્યા હતા ત્યાર અંજારના ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકે શિવ ભક્તિનું નવું સોંગ ‘ઓમ નમઃ શિવાય – ડી જે મિક્ષ’ નું લોકાર્પણ કર્યું.