Skip to content

Sur Gujarat Ke

Doctor Who Performs Surgery On Human Mind With Pen And Music Dr. Krupesh Thacker

માનવીના મન ઉપર કલમ અને સંગીતના સૂરોથી સર્જરી કરતો અનોખો ડૉક્ટર: કૃપેશ ઠક્કર

માનવીના મન ઉપર કલમ અને સંગીતના સૂરોથી સર્જરી કરતો અનોખો ડૉક્ટર. મૂળ કચ્છના અને જામનગરની મૅડિકલ કૉલેજના વિદ્યાર્થી ડૉ.કૃપેશે ગાયકી ક્ષેત્રે આગવું સ્થાન મેળવ્યું. ગુજરાતી ફિલ્મોમાં ગીત ગાઈ, કમ્પોઝ કરી ૨૦૦ થી પણ વધુ ગીતો લખવાનો અનોખો રૅકોર્ડ

તબીબ લોકસેવાની સાથે મ્યુઝિક કંપની ચલાવી જાણે છે, છેલ્લા 7 વર્ષમાં 17 ગુજરાતી અને 1 હિન્દી ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કર્યુ

વાત કરીએ એક એવા ડોક્ટરની કે જેમણે કચ્છમાં રહી સંગીતને વિશ્વ ફલક પર પહોંચાડવાનું કાર્ય કર્યું છે. અંજારના ડો. કૃપેશ ઠક્કરની કૃપ મ્યુઝિક કંપની દ્વારા છેલ્લા સાત વર્ષ દરમિયાન 17 ગુજરાતી અને એક હિન્દી ફિલ્મનો મ્યુઝિક આલ્બમ તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ ડોક્ટર ઠક્કરે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પણ સહયોગ સ્થાપી ભાવિ ગાયક અને વાદકને આગળ લાવવા પ્રયાસો કર્યા છે. સાથે-સાથે તેઓ સામાજિક સેવાકાર્યો પણ કરી રહ્યા છે. તો જાણીતો સૂર ગુજરાત કે જેવો મ્યુઝિક શો પણ ચલાવી રહ્યા છે.

Sur Gujarat Ke Season 2 Final News Coverage In Canada

વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સૂર ગુજરાત કે’ સીઝન-2ના વિજેતા ઘોષિત – ગુજરાત તેમજ યુ.એસ.એ. અને કેનેડાના ગુજરાતી: ગાયકોએ મેદાન માર્યું

કોરોનાના લોકડાઉન દરમિયાન ગુજરાતની જાણીતી મ્યુઝિક અને ફિલ્મ કંપની કૃપ મ્યુઝિક તથા ગીવ વાચા ફાઉન્ડેશન એનજીઓ દ્વારા વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સૂર ગુજરાત કે’ સીઝન-2નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ તાલુકા તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વસતા પાંચથી ૫૦ વર્ષના ૧૦૦૦થી વધુ ગુજરાતી ગાયકોએ સ્પર્ધાના સિનિયર તેમજ જુનિયર વિભાગમાં ભાગ લીધો હતો.

Sur Gujarat Ke Season 2 News Coverage In Sandesh News

વિશ્વ ગુજરાતી ગીત સ્પર્ધામા પોરબંદરનો યુવાન વિજેતા

કોરોના લોકડાઉન કાળમા મ્યુઝીક કંપની અને એનજીઓ દ્વારા વિશ્વભર ના ગુજરાતીઓ માટે ગાયન સ્પર્ધા સુર ગુજરાત કે નું આયોજન કર્યું હતું જેમાં પોરબંદર નો યુવાન પ્રથમ ક્રમે વિજેતા થયો છે.

Sur Gujarat Ke Season 2 Final News Coverage In Porbandar Times

વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સુર ગુજરાત કે” સીઝન ર ના વિજેતા ઘોષિત

પોરબંદરના જાણીતા ગાયક પ્રણય રાવલ પ્રથમ ક્રમાંકે કોરોના ના લોકડાઉન દરમિયાન ગુજરાતની જાણીતી મ્યુઝિક અને ફિલ્મ કંપની કૃપ મ્યુઝિક તથા ગીવ વાચા…

Sur Gujarat Ke Season 2 Final News Coverage In Divya Bhaskar

વિશ્વભરના ગુજરાતી ગાયકોની સ્પર્ધામાં પોરબંદરના યુવાને પ્રથમ ક્રમ મેળવ્યો

કોરોના લોકડાઉન દરમ્યાન મ્યુઝીક કંપની અને એનજીઓ દ્વારા વિશ્વભર ના ગુજરાતીઓ માટે ગાયન સ્પર્ધા સુર ગુજરાત કે નું આયોજન કર્યું હતું જેમાં…

Sur Gujarat Ke Season 1 News Coverage In Divya Bhaskar

મુન્દ્રાની આર્ચીએ કબડ્ડીના વર્લ્ડ કપમાં રાષ્ટ્રગીત ગાયું

અમદાવાદ ખાતે આયોજીત કબડ્ડીના વિશ્વક્પની ઓપનીંગ સેરેમનીમાં મુન્દ્રાની દિકરી આર્ચી મીસ્ત્રીએ રાષ્ટ્રગીતનું ગાયન કર્યું હતુ. રાજ્યના મુખ્યમંત્રી સાથે 12 દેશોની ટીમના કેપ્ટન ઉપસ્થીત રહ્યા હતા. કબડ્ડીનો વર્લ્ડકપ આ વખતે અમદાવાદમાં યોજાઈ રહ્યો છે ત્યારે ક્ચ્છના મુન્દ્રાની રહેવાસી આર્ચી ભાવિન મીસ્ત્રીને આ ઉચ્ચ પ્લેટફોર્મ પર દેશનું રાષ્ટ્રગીત પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો હતો. વિશ્વકપની ઓપનીંગ સેરેમનીમાં રાષ્ટ્રગીતનું ગાન કરી રહેલી આર્ચી દ્રશ્યમાન થાય છે.

Sur Gujarat Ke Season 1 Final News Coverage In Kutchmitra

ગાંધીધામ ખાતે ‘સૂર ગુજરાત કે’ માં અલ્તાફ રાજાએ દર્શકોને ડોલાવ્યા

ગાંધીધામ ખાતે ‘સુર ગુજરત કે’ નું ફાઈનલ ઓડિશન યોજવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કચ્છમાંથી પસંદગી પામેલા ૩૦ પ્રતિસ્પર્ધીઓ તેમજ અલ્તાફ રાજાએ સંગીતના સથવારે દર્શકોને ડોલાવ્યા હતા. ક્રુપ મ્યુઝિક આયોજિત ‘સૂર ગુજરાત કે’ ના ફાઈનલ ઓડિશનમાં કચ્છી સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કચ્છના યુવાનોમાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવવા માટે મુન્દ્રા, માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામ ખાતે ઓડીશનનું આયોજન કરાયું હતું. ફાઈનલમાં તમામ સ્પર્ધકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં હીમા હોદાર, સૂરજ સોલંકી, અને આર્ચી મિસ્ત્રી વિજેતા થયા હતા જયારે હર્ષિદા, વૈભવ ઠક્કર અને પ્રથમ શાહ રનર્સઅપ રહ્યા હતા. આ પ્રસંગે કુપેશ ઠક્કરનો આલ્બમ ‘કયાં છે કાનો’ નું ત્રિકમદાસજી મહારાજ, નિર્ણાયકો તેમજ ડો. શશિકાંત ઠક્કરના હસ્તે લોંચ કરાયું હતું. પ્રખ્યાત કવાલી કલાકાર અલ્તાફ રાજા, દેશ-વિદેશમાં સૂરથી ધૂમ મચાવનાર ઈન્ડિયન આઈડલ ફેમ હર્ષી માધાપરિયા, ડોલી પીટર, વાજીદ ખાન, આલોક માશી, કીર્તિ વરસાણી, પૂજા ઠક્કર અને કૃપેશ ઠક્કરે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. અલ્તાફ રાજાએ “તુમ તો ઠહેરે પરદેશી’ થી દર્શકોને ડોલાવ્યા હતા.