ભુજે માણ્યો સુરીલા અવાજનો જંગ

ભુજમાં આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ પાસે આવેલી વાગડ બે ચોવીસીની સમાજવાડી સામાન્ય રીત ઢોલ-શરણાઈ જેવા વાદ્યો લગ્નસરાની સિઝનમાં ગાજતી હોય છે પણ રવિવારની સાજે આ વાડીનું પટાંગણ સૂર અને તાલની જુગલબંદીથી ગાજી ઉઠયું હતુ. કૂપ મ્યુઝિક દ્વારા મુન્દ્રા, માંડવી, અંજાર, ગાંધીધામ અને ભુજમાં પ્રતિભાશોધ ગાયકી સ્પર્ધા દ્વારા પસંદ કરાયેલા ચુનંદા ૭ર ગાયકોએ સૂર ગુજરાત કેની સેમિહાઇનલમાં પોતાની કંઠયપ્રતિભા દર્શાવી ૭મી મેના ગાંધીધામની રેડશિન હોટલમાં યોજાનારા ફિનાલે માટે સુરીલો દાવો ઠોકયો હતો.