Gujarati Articles

ભુજે માણ્યો સુરીલા અવાજનો જંગ

ભુજમાં આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ પાસે આવેલી વાગડ બે ચોવીસીની સમાજવાડી સામાન્ય રીત ઢોલ-શરણાઈ જેવા વાદ્યો લગ્નસરાની સિઝનમાં ગાજતી હોય છે પણ રવિવારની સાજે આ વાડીનું પટાંગણ સૂર અને તાલની જુગલબંદીથી ગાજી ઉઠયું હતુ. કૂપ મ્યુઝિક દ્વારા મુન્દ્રા, માંડવી, અંજાર, ગાંધીધામ અને ભુજમાં પ્રતિભાશોધ ગાયકી સ્પર્ધા દ્વારા પસંદ કરાયેલા ચુનંદા ૭ર ગાયકોએ સૂર ગુજરાત કેની સેમિહાઇનલમાં પોતાની કંઠયપ્રતિભા દર્શાવી ૭મી મેના ગાંધીધામની રેડશિન હોટલમાં યોજાનારા ફિનાલે માટે સુરીલો દાવો ઠોકયો હતો. હનીટયુન ઓરકેસ્ટ્રાના સથવારે યોજાયેલી આ ગાયન સ્પર્ધામાં જજ તરીકે આવેલા જોલી દાસે પોતાના સુરના કામણ પાથરી ઉપસ્થિત હજારો લોકોને દગ કરી દીધા હતા. આ સૂરોના સંગમ સમા કાર્યકમની બોલતી તસવીરોમા પહેલી તસવીરમાં સૂરમાં એકાકાર થયેલી જંગી મેદની તો નીચેની તસવીર મીડિયા પાર્ટનર કચ્છમિત્રનો પરિવાર. જમણેથી ઉપરની તસવીરમાં ઉપસ્થિત મહમાનોમાં બોર્ડેર રેન્જના ડીઆઇજી એ. કે. જાડેજા, ડો. ભાવેશ આચાર્ય, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, બી એસ.એફ.ના ડી.આઇ.જી. ભડોલા, ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોર. નીચેની તસવીરમાં જજ પૂજાબેન ઠકકર, ડો. કૃપેશ ઠકકર, કીર્તિ વરસાણી, જોલી દાસ અને આલોક મસી, જયારે અંતિમ તસવીરમાં પોતાના સૂરના જાદુ દ્વારા મંત્રમુગ્ધ કરનારા જજ અને ગાયક જોલી દાસ. જયારે બાજુમાં એક અંધ યુવતીએ પણ પોતાના સૂરના કામણ પાથર્યા હતા તે દ્રશ્યમાન થાય છે. સ્પર્ધાનું આયોજન ડો. કૃપેશ ઠક્કર, આઝીમ શેખ, નેષધ ઠકકર અને આનંદ ઠકકર સંભાળી રહ્યા છે.

Dr. Krupesh Thacker

A well known Lyricist, Music Composer, Singer, Actor & Producer currently active in Gujarati & Hindi Music & Film Industry.Also likes to write Poetry and articles on various topics including Music, Spirituality & Motivation.