‘સૂર ગુજરાત કે’ ના સેમિફાઈનલમાં બોલીવૂડના ગાયકો પણ જોડાશે

કચ્છના વિવિધ શહેરો, મુંદરા, માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામ બાદ કવાર્ટર ફાઈનલમાં ભાગ લઈ ચૂકેલા ૧૪૫ સંગીત સુરમાઓમાંથી આગામી ૩૧મેના ભુજ ખાતે યોજાનારી સેમિફાઈનલમાં કુલ્લ ૬૦ જશ હરીફાઈમાં ઉતરશે. સ્પર્ધાની ફિનાલે આગામી ૭ જૂનના ગાંધીધામમાં હોટલ રેડીશન ખાતે યોજાશે. કચ્છમાં મેડિક્લ કેમ્પ સહિતના ઉમદા હેતુ માટે શરૂ થયેલા આ અભિયાનમાં કચ્છમિત્ર મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે. મુખ્યત્વે મેઈન સ્પોન્સર ક્રિષ્ના ડેવલોપર્સ-ગાંધીધામ, ગોલ્ડન સ્પોન્સર ઓપલ ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચર-ભુજ, કોસ્મો પ્લાસ્ટ સુપર સ્પંશિયાલિટી હોસ્પિટલ-ગાંધીધામ વગેરેના સહકારથી સમગ્ર આયોજન યોજાઈ રહ્યું છે.