‘સૂર ગુજરાત કે’ ના સેમિફાઈનલમાં બોલીવૂડના ગાયકો પણ જોડાશે
31મી મેના ભુજમાં યોજાનારી સ્પર્ધા બાદ ૭મી જૂનના ગાંધીધામમાં ફાઇનલ યોજાશે
કચ્છમાં અંદરના વિસ્તારોમાં ગીત-સંગીતની છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવી તેમના કૌશલ્યને જનતા સમક્ષ લાવવાના ભાગરૂપે યોજાઈ રહેલી ‘સૂર ગુજરાત કે’ સ્પર્ધાની સેમિફાઈનલ માટે ભુજમાં તૈયારી આરંભાઈ છે.

કચ્છભરમાં આકર્ષણ જગાવનારી “સૂર ગુજરાત કે” સ્પર્ધા અંતિમ ચરણમાં પહોચી છે. આ સ્પર્ધાની સફળતા માટે આયોજન સહિતની જવાબદારી ઉઠાવનારા યુવાઓ.
કચ્છના વિવિધ શહેરો, મુંદરા, માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામ બાદ કવાર્ટર ફાઈનલમાં ભાગ લઈ ચૂકેલા ૧૪૫ સંગીત સુરમાઓમાંથી આગામી ૩૧મેના ભુજ ખાતે યોજાનારી સેમિફાઈનલમાં કુલ્લ ૬૦ જશ હરીફાઈમાં ઉતરશે. સ્પર્ધાની ફિનાલે આગામી ૭ જૂનના ગાંધીધામમાં હોટલ રેડીશન ખાતે યોજાશે. કચ્છમાં મેડિક્લ કેમ્પ સહિતના ઉમદા હેતુ માટે શરૂ થયેલા આ અભિયાનમાં કચ્છમિત્ર મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે. મુખ્યત્વે મેઈન સ્પોન્સર ક્રિષ્ના ડેવલોપર્સ-ગાંધીધામ, ગોલ્ડન સ્પોન્સર ઓપલ ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચર-ભુજ, કોસ્મો પ્લાસ્ટ સુપર સ્પંશિયાલિટી હોસ્પિટલ-ગાંધીધામ વગેરેના સહકારથી સમગ્ર આયોજન યોજાઈ રહ્યું છે. કવાર્ટર ફાઈનલના સમયે ક્રિષ્ના ડેવલોપર્સ-ગાંધીધામના કિરણભાઈ ઠક્કરે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરેલા. સેમિફાઈનલ આગામી ૩૧મી મેના ભુજ ખાતે આરટીઓ સર્કલ પાસે આવેલા વાગડ બે ચોવીસી સમાજવાડી ખાતે સાંજના સાત વાગ્યાથી શરૂ થશે. જેમાં લાઈવ પરફોર્મન્સ સાથે નિર્ણાયક તરીકેની ભૂમિકામાં બોલીવૂડના સેલિબ્રિટીઓમાં જોલીદાસ, ઈન્ડિયન આઈડલ ફેમ મુંબઈના જાણીતા પ્લેબેક સીંગર આલોક મસી જજ તરીકે રહેશે. કચ્છના સંગીત રશિયાને આ કાર્યક્રમમાં પ્રવેશ વિનામૂલ્યે મળશે જેથી બહોળી સંખ્યામાં સંગીતપ્રેમીઓ લાભ લઈ શકશે. આગામી ફીનાલેમાં જજ તરીકે બોલીવૂડના ગાયક અલ્તાફરાજા તથા યુકેના ઈન્ડિયન આઈડલ વીનર હર્ષી માધાપરિયા, ડોલી પીટર, વાજિદ ખાન-સંગીતકાર તથા આલોકભાઈ મસી રહેવાના છે. સૂર ગુજરાતના કચ્છભરના આયોજનની જવાબદારી કૃપેશભાઈ ઠક્કર, અઝીમભાઈ શેખ, નૈષધભાઈ ઠક્કર તથા આનંદભાઈ ઠક્કર સંભાળી રહ્યા છે.