‘સૂર ગુજરાત કે’ ની સેમી.માં ૬૦ કલાકાર પસંદ

કૃપ મ્યુઝિક દવારા આયોજિત. આ સ્પર્ધામાં ગાંધીધામમાં યોજાયેલી ક્વાર્ટર ફાઇનલમાં મુંદરાના ૧૯, અંજારના ૨૫, માંડવીના ૧૩, ભુજના ૩૯ તથા ગાંધીધામના ૪૭ કલાકાર મળી ફુક્લ ૧૪૫ સ્પર્ધકોએ રાઉન્ડમાં પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. હવે ગાલા રાઉન્ડમાં કુલ્લ ૧૪૫ સ્પર્ધકોમાંથી ૬૦ જેટલા ક્લાકારોની પસંદગી કરી તેમને આગામી ૩૧ મે, ૨૦૧૫ના ભુજ ખાતે યોજાનારા ગાલા રાઉન્ડમાં હરીફાઇમાં ઉતારવામાં આવશે. ગાલા રાઉન્ડના નિર્ણાયક તરીકે કીર્તિ, વાસાણી, કૃપેશભાઇ ઠક્કર તથા પૂજા ઠક્કર દ્રારા સેવા મળી હતી, જેમાં નિર્ણાયક દ્વારા સૂર, તાલ, તથા રજૂઆતની ઢબ વગેરેનો વિચાર કરી નક્કી કરવામાં આવેલા. આ પ્રસંગે કલાકારોને પ્રોત્સાહન આપવા કચ્છમિત્રના મેનેજર શૈલેષભાઇ કંસારા, તંત્રી દીપકભાઇ માંકડ, મદદનીશ તંત્રી નિખિલ પંડ્યા, સર્ક્યુલેશન મેનેજર મનોજભાઇ વૈદ્ય ઉપરાંત કોસ્મો પ્લાસ્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ-ગાંધીધામના ડાયરેક્ટર ડો. કાયનાત અન્સારી-આશા (કન્સલ્ટન્ટ કોસ્મેટિક ફિઝિશિયન)એ ખાસ હાજરી આપી હતી.