Gujarati Articles

‘સૂર ગુજરાત કે’ ની સેમી.માં ૬૦ કલાકાર પસંદ

ગાંધીધામમાં યોજાયેલી ક્વાર્ટર ફાઈનલમાં ૧૪૫ કલાકારે ભાગ લીધો

છેલ્લા કેટલાય દિવસોથી કચ્છભરમાં આકર્ષણરૂપ બનેલા સૂર ગુજરાત કેની ક્વાર્ટર ફાઇનલ તા. ૨૭-પના ગાંધીધામ ખાતે રાજવી રિસોર્ટ મધ્યે યોજાઇ હતી. જેમાં કચ્છ ઉપરાંત રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા વગેરે શહેરોના ક્લાકારોએ ભાગ લીધો હતો.

કૃપ મ્યુઝિક દવારા આયોજિત. આ સ્પર્ધામાં ગાંધીધામમાં યોજાયેલી ક્વાર્ટર ફાઇનલમાં મુંદરાના ૧૯, અંજારના ૨૫, માંડવીના ૧૩, ભુજના ૩૯ તથા ગાંધીધામના ૪૭ કલાકાર મળી ફુક્લ ૧૪૫ સ્પર્ધકોએ રાઉન્ડમાં પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. હવે ગાલા રાઉન્ડમાં કુલ્લ ૧૪૫ સ્પર્ધકોમાંથી ૬૦ જેટલા ક્લાકારોની પસંદગી કરી તેમને આગામી ૩૧ મે, ૨૦૧૫ના ભુજ ખાતે યોજાનારા ગાલા રાઉન્ડમાં હરીફાઇમાં ઉતારવામાં આવશે. ગાલા રાઉન્ડના નિર્ણાયક તરીકે કીર્તિ, વાસાણી, કૃપેશભાઇ ઠક્કર તથા પૂજા ઠક્કર દ્રારા સેવા મળી હતી, જેમાં નિર્ણાયક દ્વારા સૂર, તાલ, તથા રજૂઆતની ઢબ વગેરેનો વિચાર કરી નક્કી કરવામાં આવેલા. આ પ્રસંગે કલાકારોને પ્રોત્સાહન આપવા કચ્છમિત્રના મેનેજર શૈલેષભાઇ કંસારા, તંત્રી દીપકભાઇ માંકડ, મદદનીશ તંત્રી નિખિલ પંડ્યા, સર્ક્યુલેશન મેનેજર મનોજભાઇ વૈદ્ય ઉપરાંત કોસ્મો પ્લાસ્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ-ગાંધીધામના ડાયરેક્ટર ડો. કાયનાત અન્સારી-આશા (કન્સલ્ટન્ટ કોસ્મેટિક ફિઝિશિયન)એ ખાસ હાજરી આપી હતી. આ સ્પર્ધામાં કચ્છમિત્રના મીડિયા પાર્ટનર હોવા ઉપરાંત મેઇન સ્પોન્સર તરીકે ક્રિષ્ના ડેવલોપર્સ-ગાંધીધામ, ગોલ્ડન સ્પોન્સર ઓપલ ઇલેક્ટ્રોનિક્લ અને ફર્નિચર-ભુજ, કોસ્મો પ્લાસ્ટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ-ગાંધીધામ, સિલ્વર સ્પોન્સર તરીકે ગોલ્ડ સ્ટાર, ગોલ્ડન સિટી સોહમ ગ્રુપ આદિપુર, ખાવડા ફાઇનાન્સ-ગાંધીધામ, રોયલ ગ્રુપ-મુંદરા, ખાવડા સ્વીટ્સ, ગાંધીધામ, મુરલી બેકરી-ગાંધીધામ, આસ્ક મી કોમ-મુંબઇ શેરોન ફાઇવ સલુનનો સહકાર મળ્યો છે. જ્યારે આર્ટિસ્ટ મેનેજમેન્ટ બકુલ જોષી દ્વારા કરવામાં આવ્યું છે. સપોર્ટેડ સ્યોન્સર્સ તરીકે ટી-પોસ્ટ, સિદ્ધિ વિનાયક મેન્સ વેર-ગાંધીધામ, કૃતિ ક્રિએશન રહ્યા છે. જ્યારે સપોર્ટેડ કો-ઓર્ડિનેટર તરીકે કચ્છ ન્યૂઝ એજન્સી-ગાંધીધામ છે. એનજીઓ પાર્ટનર તરીકે રોટરેક્ટ ક્લબ તથા ગીવ વાચાનો સહકાર મળેલો છે. સેમિફાઇનલમાં સફળ થયેલા સંગીતપ્રેમીઓમાંથી ફીનાલેમાં પ્રવેશ મળશે. ફીનાલે આગામી ૭ જૂનના ગાંધીધામ ખાતે રેડીશન હોટેલમાં યોજાશે. જેમાં બોલીવૂડના જાણીતા ગાયક અલ્તાફ રાજા અને યુકેના ઇન્ડિયન આઇડલ વિજેતા હર્ષિ માધાપરિયા તથા ડોલી પીટર, વાજીદ ખાન, સંગીતકાર તથા આલોકભાઇ મશી જજ તરીકે સેવા આપશે. આ ૬૦ સ્યર્ધકોમાંથી કચ્છના સર્વશ્રેષ્ઠ સંગીતજ્ઞ પસંદ કરશે. કચ્છભરના છેવાડાના વિસ્તારોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા ઉપરાંત કચ્છભરમાં વિવિધ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ જેવી સામાજિક પ્રવૃત્તિ કરવાનો આ સ્પર્ધા પાછળનો આશય રહ્યો છે. કચ્છભરના સૂર ગુજરાતનું આયોજન કૃપેશ ઠક્કર, અઝીમ શેખ, નૈષધ ઠક્કર તથા આનંદ ઠક્કર દ્રારા સંભાળવામાં આવી રહ્યું છે.

Sur Gujarat Ke Season 1 Semi Final News Coverage In Kutchmitra