વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સૂર ગુજરાત કે’ સીઝન-2ના વિજેતા ઘોષિત – ગુજરાત તેમજ યુ.એસ.એ. અને કેનેડાના ગુજરાતી: ગાયકોએ મેદાન માર્યું

કોરોનાના લોકડાઉન દરમિયાન ગુજરાતની જાણીતી મ્યુઝિક અને ફિલ્મ કંપની કૃપ મ્યુઝિક તથા ગીવ વાચા ફાઉન્ડેશન એનજીઓ દ્વારા વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સૂર ગુજરાત કે’ સીઝન-2નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ તાલુકા તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વસતા પાંચથી ૫૦ વર્ષના ૧૦૦૦થી વધુ ગુજરાતી ગાયકોએ સ્પર્ધાના સિનિયર તેમજ જુનિયર વિભાગમાં ભાગ લીધો હતો.