Skip to content

વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સૂર ગુજરાત કે’ સીઝન-2ના વિજેતા ઘોષિત – ગુજરાત તેમજ યુ.એસ.એ. અને કેનેડાના ગુજરાતી: ગાયકોએ મેદાન માર્યું

Sur Gujarat Ke Season 2 Final News Coverage In Canada

ટોરોન્ટો: કોરોનાના લોકડાઉન દરમિયાન ગુજરાતની જાણીતી મ્યુઝિક અને ફિલ્મ કંપની કૃપ મ્યુઝિક તથા ગીવ વાચા ફાઉન્ડેશન એનજીઓ દ્વારા વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સૂર ગુજરાત કે’ સીઝન-2નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ તાલુકા તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વસતા પાંચથી ૫૦ વર્ષના ૧૦૦૦થી વધુ ગુજરાતી ગાયકોએ સ્પર્ધાના સિનિયર તેમજ જુનિયર વિભાગમાં ભાગ લીધો હતો. સંપૂર્ણ ડિજીટલ સ્પર્ધામાં પાંચ રાઉન્ડ હતા, જેમાં અંતે સેમી કાઈનલમાં ગુજરાતી ગરબા અને કાઈનલમાં કક્ત ગુજરાતી ગીતો જ ગાવાના હતા. ફાઈનલ રુઉન્ડમાં મેન્ટર અને જજ ડૉ. કૃપેશ ઠક્કરના ગુજરાતી ગીતો ગાઈ આ ગાચકોએ વિશ્વભરના ગુજરાતીઓની પ્રસંશા મેળવી.

Sur Gujarat Ke Season 2 Final News Coverage In Canada
SUR GUJARAT KE 2 COVERAGE IN CANADA GUJARAT WEEKLY

કૃપ મ્યુઝિક દ્વારા હાલ આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના પ્રણય રાવલએ કૃષ્ણ ભક્તિ ગીત “આ કેવી કરમત’, “મધુરાષ્ટકમ’ ગીત ગાઈ પ્રથમ સ્થાન, ભરૂચના ધ્રુવ મિસ્ત્રીએ માતૃપ્રેમ દર્શાવતું ગીત “તું છે ઓ મા’ ગાઈ બીજું સ્થાન જ્યારે કેનેડા સ્થિત ફેની પંડ્યાએ રાધા કૃષ્ણનું ગીત * ધબકાર! ચૂકી જાતું” ગાઈ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સાથે જ જુનિયર વિભાગમાં મૂળ કચ્છી અને હાલ યુ.એસ.એ.સ્થિત રીતિ ઠક્કરએ “આ કેવી કરામત’, ‘મધુરાષ્ટકમ’ ગીત સાથે પ્રથમ, વડોદરાની સાક્ષી સલોટએ “તું છે ઓ મા” ગીત સાથે બીજું તેમજ અમદાવાદની રાશી વૈષ્ણવ “તું છે ઓ મા’ ગીત સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત સિનિચર વિભાગમાં યુ.એસ.એ.સ્થિત નેહલ શાહએ ચોથું, કેશોદ ના જયદીપ કાનાબારએ પાંચમું તેમજ સોમનાથના સાગર જેઠવાએ છઠું સ્થાન મેળવ્યું હતું.

સ્પર્ધાના મેન્ટર અને જજ ગીતકાર, સંગીતકાર તેમજ ગાયક ડૉ. કૃપેશ ઠક્કરએ જણાવ્યું કે તેમનો મૂળ હેતુ દુનિયાના કોઈ પણ છેડે રહેલા ગુજરાતી ગાચકોને શોધીને ગુજરાતના ટેલેન્ટને વિશ્ન સમક્ષ કૃપ મ્યુઝીક દ્વારા કરવાનો છે. તેમણે ઉમેર્યું કે કાઈનલના બધા સ્પર્ધકોએ એમના ગીતને પૂરતો ન્યાય આપ્યો અને વિજેતાઓના ટેલૅન્ટથી તેઓ ખૂબ સંતુષ્ટ છે. તેમણે કહ્યું કે હજી ઘણાં દેશમાં વસતા ગુજરાતી લોકો ભાગ લેવા ઉત્સુક છે, તેથી ટૂંક સમયમાં સિઝન-3 શરૂ કરવામાં આવશે. આ ઉપરંંત બોલીવૂડ અને ગુજરાતી ફિલ્મ અભિનેતા વીજે ભાટિયાએ ફાઇનલમાં જજ તરીકે સેવા આપી હતી.

યંગેસ્ટ સિંગર ઓક ઇન્ડેયા તરીકે ઓળખાતા અને ૨૫ જેટલા ગીતોને કંઠ આપનાર તેમજ “તું છે ઓ મા’ના ગાયિકા આઠ વર્ષીચ વાચા ઠક્કર તેમજ ગાયક અને યંગેસ્ટ એક્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા બાળ ક્લાકાર પર્વ ઠક્કરએ સ્પર્ધાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપી હતી. આ સાથે જ ભાસ્તીય સંગીતના વાધોનું ડિજીટલ સોફ્ટવેર બનાવતી સ્વીટઝર્લેન્ડ કંપની સ્વર સિસ્ટમએ મુખ્ય સ્પોન્સર તરીકે યોગદાન અને પ્રોત્સાહન આપ્યું હતું. ધ ગ્લોબલ ગુજરાતીએ ડીજીટલ પાર્ટનર તરીકે સ્પર્ધકોને દુનિયાભરમાં જાણીતા કર્યા. હવે આ સ્પર્ધાના વિજેતાઓ ડૉ. કૃપેશના આવનારા ગીતને કંઠ આપશે, જે કૃપ મ્યુઝિક લેબલ દ્વારા વિશ્રભરમાં રજૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે “સૂર ગુજરાત કે’ સ્પર્ધા તેના વિજેતા તેમજ સ્પર્ધકોને ફિલ્મજગત તેમજ સંગીતમાં કારકિર્દી બનાવવામાં મંચ આપવા માટે જાણીતી છે. આ અગાઉ સિઝન-1ની વિજેતા આર્ચી મિસ્ત્રીએ ફિલ્મ કમિટમેન્ટમાં ડો. કૃપેશના જ ગીત “હે પ્રભુ’ ને કંઠ આપ્યો છે તેમજ કબડ્ડી વર્લ્ડકપમાં રાષ્ટ્રગીત પરફોર્મ કર્યું હતું. ઉપરાંત ૨૦ જેટલા અન્ય સ્પર્ધકોને ચાર મ્યુઝિક વિડીઓમાં ગાવાની તક મળી ચૂકી છે. તેમજ સિઝ્ન-2ના સેમી ફાઇનલ સુધી પહોંચેલા અમદાવાદના સ્પર્ધક પૂર્વી રાજગુરુને ડો. કૃપેશ ના બે ગીત ગાવાની તક મળી ચૂકી છે. આ સાથે જ સ્પર્ધકોને કૃપ મ્યુઝિક એકેડેમી દ્વારા સંગીતના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવશે. તેમજ “ગીવ વાચા કાઉન્ડેશન’ના વેલેન્ટાઇન પર્વ, વુમન્સ પર્વ અને માં પર્વ ઉત્સવમાં આ સ્પર્ધકોને તેમના શહેરના ગિફ્ટ ઓફ ટાઈમ એમ્બેસેડર તર્રીકે નીમવામાં આવશે.