૨૭મીએ ગાંધીધામમાં સુર ગુજરાત કેનો ગાલા રાઉન્ડ

આજકાલ ખાસ ચર્ચામાં ચાલી રહેલ સીગીગ કોમ્પીટીશન સુર ગુજરાત કેના કચ્છમાં ઓડીશન પુરા થઈ ગયા છે. કચ્છમાં મુંદરા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ ખાતે ઓડીશન રાઉન્ડ પુરા થઈ ચૂકયા છે. સંગીતકાર કૃપેશ ઠકકર અને કીર્તીભાઈ વાસાણી જજ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓના જણાવ્યા અનુસાર કચ્છભરમાં બહુ સારો પ્રતીસાદ મળ્યો છે. અને ઘણા બધા પ્રતીભાવંત કલાકારો મળ્યા છે.