૨૭મીએ ગાંધીધામમાં સુર ગુજરાત કેનો ગાલા રાઉન્ડ
ગાંધીધામ : સ્પેશ્યલ મેસેજ સુર ગુજરાત કે ટીમ તરફથી આજકાલ ખાસ ચર્ચામાં ચાલી રહેલ સીગીગ કોમ્પીટીશન સુર ગુજરાત કેના કચ્છમાં ઓડીશન પુરા થઈ ગયા છે. કચ્છમાં મુંદરા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ ખાતે ઓડીશન રાઉન્ડ પુરા થઈ ચૂકયા છે. સંગીતકાર કૃપેશ ઠકકર અને કીર્તીભાઈ વાસાણી જજ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓના જણાવ્યા અનુસાર કચ્છભરમાં બહુ સારો પ્રતીસાદ મળ્યો છે. અને ઘણા બધા પ્રતીભાવંત કલાકારો મળ્યા છે. સુર ગુજરાત કે એક સ્પર્ધા છે જેમાં ટેલેન્ટ પ્રમાણે આગળના રાઉન્ડમાં સીલેકશન થાય છે. પણ જે લોકો આગળના રાઉન્ડમાં સીલેકટ નથી થયા તે લોકાને નિરાશ થવાની જરૂર નથી. કેમ કે કોમ્પીટીશન માં આવવુ અને પરફોમન્સે કરવુ એ પણ એક પ્રતિભાની જ વાત છે. બધા કલાકારો જો લોકોએ આ સ્પર્ધાાં ભાગ લીધો છે એ બધા તો સીલેકટ થઈ નથી શકવાના જે લોકો સીલેકટ નથી થયા એ લોકોને હજુથોડી વધારે મહેનત કરી સ્પર્ધામા ભાગ લેવાની સલાહ છે. કેમ કે ટેલેનટ સાથે મહેનત કરવી ખુબજ જરૂરી છે. આવુ કહેતા ક્રુપેશભાઈએ જણાવ્યું હતું કે મને ખુદની આગળ આવવામાં ૧૫ વર્ષ લાગી ગયા પણ મે કદી હાર ન માની તો કોઈ પણ કલાકારોની હા૨ માની લેવાની જરૂર નથી અને વધારે મહેનત વધારે તૈયારી સંગીત પ્રત્યે કરવાની સલાહ આપી છે. સાથોસાથ જે કલાકારો સીલેકટ થયા છે તેમને ખુબ અભિનંદન આપ્યા છે અને હવે ગાલા રાઉન્ડ ૨૭ના રાજવી રીસોર્ટ ગાંધીધામ ખાતે યોજવામાં આવશે.
