બાળ કલાકાર પર્વ ઠક્કરના ‘લવ યુ ભારત’ આલ્બમનું લોકાર્પણ

૭૬ માં સ્વતંત્ર્યતા દિવસ ની ઉજવણીના ભાગ રૂપે અંજાર કચ્છના છ વષીય પર્વ ઠક્કરના દેશભક્તિ ગીતોના આલ્બમ લવ યુ ભારતનું ગાંધીનગર ખાતે ગુજરાતના ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ થયું હતું. આ આલ્બમમાં બાળ ગાયક અને અભિનેતા પર્વ ઠક્કરના સાત ગીતોનો સમાવેશ થાય છે. જેમાં જન ગણ મન, ઐ વતન, વંદે માતરમ, હૈ નમન, શહીદો કો સલામ તેમજ જન ગણ મન છે. દસ વર્ષીય વાચા ઠક્કરે પણ કંઠ આપ્યો છે. દિગ્દર્શક ડો. કૃપેશ ઠક્કરે જણાવ્યું કે આ દેશભક્તિ ગીતોનું ફિલ્માંકન કચ્છના વિવિધ નયનરમ્ય સ્થળો એ ક૨વામાં આવ્યું છે, આ ગીતો થકી આવનારી પેઢીમાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન થાય એ જ અમારો ઉદેશ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પર્વ ઠક્કર પોતાના બેન્ડ સાથે આ દેશભક્તિ ગીતો લઈને આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે વિવિધ શહેરોમાં ગવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત કાર્યક્રમોમાં નિઃશુલ્ક પરફોર્મ કરે છે.