વેલેન્ટાઇન ડે પર આવી રહ્યું છે એક નવું લવ સોંગ!
વિશ્વભરમાં ઉજવાતું પ્રેમનું પર્વ એટલે વેલેન્ટાઈન્સ ડે!વેલેન્ટાઈન ની આ થીમ ઉપર જ્યારે સંપૂર્ણ સોશિયલ મીડિયા અને મલ્ટી મીડિયા ફિલ્ડમાં હર કોઈ કંઇક નવું કરવાના કોમ્પીટીશન માં છે ત્યારે ગુજરાતની આ કંપની પણ કઈંક નવું કરવા જઈ રહી છે.
ગીવ વાચા NGO અને ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝીક વેલેન્ટાઈન્સ ડે નિમિતે એક નવું લવ સોંગ રિલીઝ કરશે તેવી જાણકારી તેના સોશિયલ હેન્ડલ પરથી મળી છે. આ ગીત ગીવ વાચા દ્રારા ચલાવવામાં આવતા વેલેન્ટાઈન્સ ડે પર્વ નું થીમ સોંગ હશે જે રાધા ક્રુષ્ણ ના પ્રેમનું પ્રતીક હશે. વધુમાં એવું જાણવા મળ્યું છે કે આ ગીત પ્રખ્યાત ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ દ્રારા બનાવવામાં આવશે. આ ગીતના લોન્ચિંગ સાથે એક નવું આલ્બમ અને નવું પોપ મ્યુઝીક બેન્ડ પણ મ્યુઝીક ઇન્ડસ્ટ્રી માં પ્રવેશ કરવાનો છે. PR સર્વિસ આપતી કંપની Esy ID સમગ્ર બ્રાન્ડીંગ મેનેજ કરી રહી છે ત્યારે વધુ માહિતી તેના પ્રોફાઈલ પરથી મળી શકે એવી સંભાવના છે.