‘ચલો રામ બને’ ના ભાવથી બાળકોએ કરી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની અનેરી ઉજવણી
વિશ્વભરમાં જ્યારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની અનેકવિધ રીતે ઉજવણી થઈ ત્યારે હાલમાં અંજારના ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા ‘ચલો રામ બને’ કાર્યક્રમ ઉજવવામાં આવ્યું. જેમાં સંસ્થામાં તાલીમ લઈ રહેલા બાળકોએ પ્રાર્થના અને રામ ભજન પ્રસ્તુત કરી પ્રસંગની શરૂઆત કરી ત્યાર બાદ સૌ બાળ રામભક્તોને હસ્તે લેખક ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચઃ ચલો રામ બને’ ના મુખપૃષ્ઠનું લોકર્પણ થયું. વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતર થકી ‘રામ’ બનવાની આ પુસ્તકની વિચારધારાને પ્રદર્શિત કરતાં બાળકોએ રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી પ્રભુ રામના પ્રસંગોને જીવંત કર્યા. બાળકોમાં રામના ગુણો અને સમર્પણને સૌ આમંત્રિતમહેમાનોએ ભાવવિભોર થઈ આવકાર્યા હતાં.
Read More