Fight Corona Contest at KM Global Music & Film Festival
સમગ્ર વિશ્વ જયારે કોરોના ની મહામારી માં સપડાઈ ગયું છે ત્યારે ભારત પણ તેમાંથી બાકાત નથી રહ્યું. સરકારના આદેશથી અમલમાં આવેલ ૨૧ દિવસના લોકડાઉનમાં ઘર પર રહેતા લોકો પાસે સમય વધુ છે પરંતુ તેમના પર સતત નેગેટીવ સમાચારનો મારો બધી બાજુથી થઇ રહ્યો છે. જેથી ઘણા લોકો માનસિક તાણ અનુભવી રહ્યા છે, ત્યારે ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા “ગ્લોબલ મ્યુઝિક અને ફિલ્મ ફેસ્ટિવલ” ની શરૂઆત કરવામાં આવી છે. આ ફેસ્ટિવલમાં વૈશ્વિક કક્ષાએ થી ૧૪ કેટેગરીમાં વિવિધ લોકો ઘર બેઠા ભાગ લઇ શકશે. જેમાં ગીત, ફિલ્મ, ફોટો, કવિતા, વાર્તા, નાટક તેમજ કોમેડી વીડિઓની સ્પર્ધામાં લોકો પોતાના ૧ જાન્યુઆરી ૨૦૧૦ પછી રચિત કૃતિઓ મોકલી ભાગ લઇ શકશે. વિજેતા કલાકારોને ગીવ વાચા અને કૃપ મ્યુસિક દ્વારા વિવિધ ઇનામ આપવા માં આવશે તેમજ ચુનિંદા કલાકારો ને રોજગાર મળી રહે તેવું પણ આયોજન કરેલ છે. ફેસ્ટીવલમાં ૨ ખાસ કેટેગરી રાખવામાં આવી છે જેમાં “ફાઈટ કોરોના” અને “લવ યુ માં” નો સમાવેશ થાય છે. આ કેટેગરી માં ફોટો, ગીત, કવિતા, વાર્તા કે ફિલ્મ મોકલનાર ને ખાસ ઇનામ આપવામાં આવશે તેમજ આ કૃતિઓ ને કૃપ મ્યુસિક ચેનલ દ્વારા વધુ લોકો સુધી પોચાડવામાં આવશે.

ગીવ વાચા ના ટ્રસ્ટી અને આ અંતરરાષ્ટ્રીય ફેસ્ટીવલના ડાયરેક્ટ ડો. કૃપેશ ઠક્કર એ જણાવ્યું કે હાલના સમયમાં લોકોમાં સંયમ ખુબ જરૂરી છે અને સરકાર જે પગલા લઇ રહી છે તેમાં જોડાઈને જ આ મહામારી માંથી બચી શકાય. ભારત પર આખા વિશ્વની નજર છે ત્યારે સૌ ભારતને વિશ્વગુરુ બનાવવા સૌનો સાથ ખુબ જરૂરી છે. વધુમાં ડો. કૃપેશ એ ઉમેર્યું કે આ ફેસ્ટીવલ દ્વારા અમારો પ્રયત્ન છે કે કલાકારો પોતાની કળાને ઘર પર રહી વિશ્વભર ના લોકો સુધી પહોચાડી શકે અને ગીવ વાચા ફાઉન્ડેશન ના આ સામાજિક કાર્ય માં પોતાનું યોગદાન આપે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા લોકો +૯૧ ૯૨૬૫૬૪૪૦૧૧ પર વોટ્સએપ કરી શકે છે તેમજ ડો. કૃપેશ ના ફેસબુક અને ઇન્સ્તાગ્રામ પેજ પર માહિતી મેળવી શકે છે.