મા પર્વ અંતર્ગત ગૌ માતા સમક્ષ ગૂંજી ગીતા

હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા વ્રજ ગૌશાળામાં ગૌ માતા સમક્ષ ગૂંજે ગીતાનો કાર્યક્રમ યોજાયું તથા બાળકોને ગૌ પૂજનના સંસ્કાર શીખવવામાં આવ્યા.

૧૫ એપ્રિલથી 14 મે સુધી ચાલી રહેલા વૈશ્વિક ‘મા પર્વ ૨૦૨૩’ અંતર્ગત સંસ્થા સનાતન સંસ્કૃતિ અનુસાર માતાના વિવિધ સ્વરૂપો માટે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યો કરી રહી છે ત્યારે ગૌમાતા માટે મોટી નાગલપર મુકામે આવેલી શ્રી સચિદાનંદ મંદિરની વ્રજ ગૌશાળામાં ગૌ પૂજા અને ગૂંજે ગીતાનું આયોજન થયું. આ કાર્યક્રમ નાના બાળકોને ગાય માતાની પૂજાના મહત્વ વિશેની સમજ આપવામાં આવી; ત્યાર બાદ સૌએ સાથે મળીને ગાય માતાની પૂજા કરી તથા પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પાંચ વર્ષીય પર્વ ઠક્કર, દસ વર્ષીય વાચા ઠક્કર તથા ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશ નયના શશીકાંત દ્વારા ગૂંજે ગીતા રજુ કરવામાં આવી જેમાં સૌ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમના આયોજન બદલ મહંત શ્રી ત્રીકમદાસજી મહારાજે શુભકામનાઓ પાઠવી હતી

આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, ટીએચઓ. ડૉ. રાજીવભાઈ અંજારિયા તથા કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પૂજા ઉપસ્થિત રહ્યા અને ગૌ પૂજા કરી સૌને પ્રોત્સાહન આપ્યું. મા પર્વ વિષે વાત કરતા ડૉ. કૃપેશ એ કહ્યું કે “ભારતીય સંસ્કૃતિ અનુસાર માતાના વિવિધ સ્વરૂપોમાં ‘ગાવો વિશ્વાસ્ય માતર:’ એમ ગાયને માતા કહી છે. ગૌ પૂજા દ્વારા બાળકો ગાય માતાની પૂજા કરતાં શીખે અને ગાયનું મહિમા સમજે એ ઉદેશ્યથી આ પ્રવૃતિ કરવામાં આવે છે.” વધુમાં એક મ્યુઝીક થેરાપીસ્ટ તરીકે પોતાના અનુભવો વ્યક્ત કરતા એમણે ઉમેર્યું કે “ભક્તિ સંગીતની મન ઉપર હકારાત્મક અસરો ફક્ત મનુષ્યોમાં જ નહિ ગાયો પર પણ થાય છે માટે જયારે ગાય માતા સમક્ષ સંગીતમય રીતે ગીતા પઠન થાય એ તેમના સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી બની શકે.” ગૌશાળામાં ગૌ પૂજા અને ગીતા પાઠને લોકોએ નોંધપાત્ર પ્રતિસાદ આપ્યો છે જેના પરિણામે આ પ્રવૃતિઓ ભવિષ્યમાં પણ થતી રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે. કૃપ મ્યુઝીક એ ગીતાના અધ્યાયને વિશ્વભરમાં બસોથી પણ વધુ પ્લેટફોર્મ પર નિશુલ્ક લોન્ચ કરી આ કાર્યમાં યોગદાન આપ્યું છે. સફળ સંચાલન માટે ડૉ. પૂજા ઠક્કર તથા વૈશાલીબેન ભટ્ટ એ જહેમત ઉઠાવી જેમાં સ્વયંસેવકો અંકુર સેવક, અંજલી સેવક, કલરવ રાઠોડ અને યશ ટાંક એ સેવા આપી.