સફાઈ, હેલ્થ અને સેવ ધ ગર્લ ચાઈલ્ડનો મેસેજ
ફેબ્રુઆરીએ અમદાવાદી યંગસ્ટર્સ ધામધુમથી મનાવ્યો હતો. ત્યારે અમદાવાદના યુવા ઉસ્તાહી ગ્રુપ અને એક મ્યુઝીક ટીમ દ્વારા શહેરના વિવિધ સ્થળે જઈને ભારતીય સંસ્કૃતિ અનુસાર વેલેન્ટાઈન ડેની ઉજવણીના ભાગરૂપે આખુ અઠવાડીયુ શહેરમાં હેલ્થ ચેક-અપ કેમ્પ, સ્વસ્થ અંગે સલાહ, વૃધ્ધાશ્રમની મુલાકાત, અબલાશ્રમની મુલાકાત, વિવિધ હોસ્પિટલો, પોલિસ અધિકારની મુલાકાત કરી હતી. તેમજ સામે મળનાર વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે તબાકું- બીડી છોડોનું સૂત્ર અને ગર્લ ચાઈલ્ડને અપનાવીશું ની સમજ આપી હતી.
આ ગ્રુપ દ્વારા અવાર નવાર સમાજને ઉપયોગી અવનવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. આ ગ્રુપે એક ગીત પણ રચ્યુ છે. આ ગીત લોકોને પોતાની જાતનો વિશ્વાસ કરાવી ભગવાન ક્યાં છે તેનો મેસેજ આપે છે.
