વીર બાળ દિવસ નિમિતે કચ્છના બે બાળ કલાકારોના આલ્બમનું વિમોચન

વીર બાળ દિવસ નિમિતે કચ્છના બે બાળ કલાકારોના આલ્બમનું વિમોચન
વીર બાળ દિવસ નિમિતે કચ્છના બે બાળ કલાકારોના આલ્બમનું વિમોચન

૨૬ ડીસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાની જોગવાઈ થતાં અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ અને  કૃપ મ્યુઝીક એ સાથે મળીને ‘વીર બાળ દિવસ પર્વ’ અનેરી રીતે ઉજવ્યો હતો; જેમાં ‘વીર બાળક સ્મારક’ માં બાળકો માટેના પ્રવાસનું આયોજન તેમજ બે બાળ કલાકારોના ગીતોના આલ્બમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પર્વ ફ્યુઝન બેન્ડે ‘ગુંજે ગીતા’ થકી વીર બાળકોને શ્રદ્ધાંજલી આપી હતી.

ગિવ વાચાની ટીમે અંજારના ‘અહલ્યા કન્યા છાત્રાલય’ ના બાળાઓ માટે ‘વીર બાળક સ્મારક’ ના પ્રવાસનું આયોજન કર્યું હતું. જેમાં ૩૦ થી પણ વધુ બાળાઓને સંપૂર્ણ સ્મારક, પરિસર, મ્યુઝીયમ, આર્ટ ગેલરી તથા વીર બાળકોનું સ્મૃતિ સ્થાન બતાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ પર્વ ફ્યુઝન બેન્ડ અને આ બાળાઓ એ વીર બાળકોને શ્રધાંજલી આપવા માટે ‘ગુંજે ગીતા’ પ્રસ્તુત કરી જેમાં ૫૦ થી વધુ પ્રવાસીઓ પણ જોડાયા. આ સાથે જ સૌ લોકોએ મળીને પાંચ વર્ષીય પર્વ ઠક્કરનું ‘યંગેસ્ટ સીંગર ઇન વર્લ્ડ’ આલ્બમ તથા દસ વર્ષીય વાચા ઠક્કરના ‘બેસ્ટ ઓફ વાચા’ આલ્બમનું વિમોચન ગિવ વાચાનાં ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કરના ઉપસ્થિતિમાં કર્યું. આ આલ્બમમાં ચૌદ ગીતોનો સમાવેશ થયેલ છે. જેમાં કચ્છમાં જ ફીલ્માંકિત થયેલા હીટ ગીતો રઘુપતિ રાઘવ રાજા રામ, મંગલમય સબ કર દેના, પ્યારી બેહના, લવ યુ મા, ઐ વતન – વંદે માતરમ, જન ગન મન તેમજ હૈ નમન – શહીદો કો સલામ નો સમાવેશ થાય છે.

Best Of Vacha Album – Vacha Thacker
Youngest Singer In World Album – Parv Thacker

આ પ્રસંગે ડૉ. પૂજા ઠક્કરે સર્વે વિદ્યાર્થીનીઓ અને ત્યાં ઉપસ્થિત પ્રવાસીઓ ને ‘ક્લબફૂટ’ વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું તથા ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ’ પ્રોજેક્ટ થી પણ અવગત કરાવ્યા.

આ કાર્યક્રમ માટેની પૂર્વતૈયારીઓ રૂપે ‘પર્વ કી પાઠશાળા’ અંતર્ગત છેલ્લા એક સપ્તાહ થી ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર, પર્વ ઠક્કર અને વાચા ઠક્કર એ અહલ્યા કન્યા છાત્રાલયની બાળાઓને ‘ગુંજે ગીતા’ કાર્યક્રમ માટેની તાલીમ આપી હતી. જેમાં વ્યવસ્થાપક બહેનો સેજલબેન એન આશાબેને પુરતો સહયોગ આપ્યો હતો.

વીર બાળ દિવસ પર્વની આ ઉજવણી માટે ગીવ વાચા ફાઉન્ડેશનના સ્વયં સેવકો વૈશાલી ભટ્ટ તથા અંજલી સેવક એ જહેમત ઉઠાવી. તેમજ વીર બાળક સ્મારકના મેનેજર શ્રી શિવ પંડ્યાએ પોતાનો પૂરો સહયોગ આપ્યો.

DIVYA BHASKAR
KUTCH MITRA