Mongho Chhe Anmolo
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stavan Vol 2 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sonal Shah |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Mongho Chhe Anmolo |
ABOUT
“Mongho Chhe Anmolo” is a song from the album “Jain Stavan Vol 2“. A song is sung by Sonal Shah. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019
GUJARATI LYRICS
ઓઘો છે અણમોલો એનું ખુબ જતન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો,
ઓઘો છે અણમોલો એનું ખુબ જતન કરજો,
આ વેશ આપ્યો તમને અમે એવી શ્રધ્ધાથી, (૨)
ઉપયોગ સદા કરજો એનો પૂરી નિષ્ઠાથી,
આધાર લઇ એનો ધર્મ આરાધન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો…ઓઘો છે…
આ વેશ વિરાગીનો એનું માન ઘણું જગમાં, (૨)
માં-બાપ નમે તમને પડે રાજા પણ પગમાં,
આ માન નથી મુજને એવું અર્થઘટન કરજો…
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો…ઓઘો છે…
આ ટુકડા કાપડના કદી ઢાલ બની રહેશે, (૨)
દાવાનળ લાગે તો દિવાલ બની રહેશે,
એના તાણા-વાણામાં તપનું સિંચન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો…ઓઘો છે…
આ પાવન વસ્ત્રો છે તારી કાયાનું ઢાંકણ, (૨)
બની જાયે ના જોજે એ માયાનું ઢાંકણ,
ચોક્ખું ને ઝગમગતું દિલનું દર્પણ કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો…ઓઘો છે…
આ વેશ ઉગારે છે એને જે અજવાળે છે, (૨)
ગાફેલ રહે એને આ વેશ ડુબાડે છે,
ડૂબવું કે તરવું છે મનમાં મંથન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો…ઓઘો છે…
ઓઘો છે અણમોલો એનું ખુબ જતન કરજો,
મોંઘી છે મુહપત્તિ એવું રોજ રટણ કરજો,
ENGLISH LYRICS
Ogho Chhe Anmolo Enu Khub Jatan Karjo,
Monghi Chhe Muhapatti Enu Roj Ratan Karjo,
Ogho Chhe Anmolo Enu Khub Jatan Karjo,
Aa Vesh Aapyo Tamne Avi Shraddhathi, (2)
Upyog Sada Karjo Eno Puri Nishthathi,
Aadhar Lai Aeno Dharm Aaradhan Karjo
Monghi Chhe Muhapatti Enu Roj Ratan Karjo… Ogho Chhe…
Aa Vesh Viragink Aenu Maan Ghanu Jagma, (2)
Maa-Baap Name Tamne Pade Raja Pan Pagma,
Aa Maan Nathi Mujne Aevu Arthgatan Karjo
Monghi Chhe Muhapatti Enu Roj Ratan Karjo… Ogho Chhe…
Aa Tukda Kapad Na Kadi Dhal Bani Raheshe, (2)
Davanad Laage To Divaal Bani Raheshe,
Aena Tana-Vanama Tapnu Sinchan Karjo,
Monghi Chhe Muhapatti Enu Roj Ratan Karjo… Ogho Chhe…
Aa Pavan Vastro Chhe Tari Kayanu Dhakan, (2)
Bani Jaaye Na Joje Ae Mayanu Dhakan
Chokhu Ne Zagmagtu Dilnu Darpan Karjo,
Monghi Chhe Muhapatti Enu Roj Ratan Karjo… Ogho Chhe…
Aa Vesh Ugare Chhe Aene Je Ajvade Chhe, (2)
Gafel Rahe Aene Aa Vesh Dubade Chhe
Dubvu Ke Tarvu Chhe Manma Manthan Karjo,
Monghi Chhe Muhapatti Enu Roj Ratan Karjo… Ogho Chhe…
Ogho Chhe Anmolo Enu Khub Jatan Karjo,
Monghi Chhe Muhapatti Enu Roj Ratan Karjo,