ગીવ વાચા ફાઉન્ડેશનનો વેલેન્ટાઇન ડેમાં ભારતીય સંસ્કૃતિને જાળવવાનો અભિગમ: વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી ઉજવણી કરાઇ

આ વર્ષની થીમ લવ યૂ મા માતૃદેવોભવમાંથી લેવામાં આવી છે
ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીકે વેલેન્ટાઇન પર્વના છઠ્ઠા વર્ષની ઉજવણી વિશ્વસ્તરે કરી હતી. વર્ષ 2014 થી 7-14 ફેબ્રુઆરી દરમિયાન વસુધૈવ કુટુમ્બકમની સંદેશા સાથે પાશ્ચાત્ય સંસ્કૃતિના તહેવારમાં ભારતીય સંસ્કૃતિની સુગંધ મેળવી ઉજવણી થાય તેની શરૂઆત કોલેજના યુવાનો સાથે મળીને કરવામાં આવી હતી.
ટ્રસ્ટી ડૉ. કૃપેશ ઠક્કરને ગુજરાતની યુવાનો અને કોલેજના સહકારથી સફળતા મળી રહી છે. દર વર્ષે વધુને વધુ લોકો સંસ્થા સાથે જોડાઇ રહ્યા છે. આ વર્ષે પણ તહેવારોમાં વૈશ્વિક સ્તરે સાત દેશોના હજારો લોકો જોડાયા હતા. જેમાં ફિલ્મના ક્લાકારો, શાળા અને કોલેજના અધ્યાપકો, ડોક્ટર, કવિ, સંગીતકારો, ગાયકો, છાત્રો અને ગૃહિણીનો સમાવેશ થાય છે. આ વર્ષની થીમ લવ યુમાં માતૃદેવભવમાંથી લેવામાં આવી હતી જેમાં માતા અને પુત્ર-પુત્રી સાથે મળી વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે ઉજવણીમાં જોડાયા હતા. નો ડોનેશન એનજીઓના નિયમ સાથે ચાલતી સંસ્થામાં લોકોએ ગીફ્ટ ઓફ ટાઇમ આપી જોડાયા હતા. ગીફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેટર તરીકે માતા-પુત્ર તેમજ માતા-પુત્રીને નિમવામાં આવ્યા હતા. તોલાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ કોલેજ – આદિપુર ખાતે લોકાપર્ણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં ડૉ. કૃપેશ નયના દ્વારા નિર્મીત ગીતમાં ગીફ્ટ ઓફ ટાઇમના ભારતીય એમ્બેસેડર પૂજાબેન ઠક્કરે મુખ્ય કલાકાર તરીકે તેમજ અમેરીકાની એમ્બેસેડર વાચા પુજા ઠક્કરે ગાયક તરીકે યોગદાન આપ્યું હતું. યંગેસ્ટ આર્ટીસ્ટ ઓફ ઇન્ડીયા પર્વ ઠક્કરનું ગીત ત્રણ દિવસમાં 10 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા હોવાનો દાવો કરાયો હતો. આ પ્રસંગે સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સુશીલ ધર્માણી, ગણિત વિભાગના રાજેશ ઠક્કર, તોલાણી એમડીએ કોલેજના ડાયરેક્ટર સંપદા કાપસે, પ્રો. તેજસ પુજારા, આસી. પ્રોફેસર સાગર તન્ના, ગીવ વાચાના કાર્યકર જયશ્રીબેન દવે તથા પૂજાબેન પ્રવિણાબેન ઠક્કરે હાજરી આપી બાળ ગાયક વાચાના ગીતનું લોકાપર્ણ કરી પ્રોત્સાહન આપ્યું હતું. આ પર્વની સફળતા બાદ વશ્ચિક એમ્બેસેડર તરીકે ડૉ. ઠક્કરના વસુધૈવ કુટુમ્બકમના સંદેશા સાથે વિશ્વના સાત દેશના પ્રતિનિધિઓ મળવા તેમજ વધુ લોકો સુધી ભારતીય સાંસ્કૃતિક
વારસાને લઇ જવાની તૈયારી કરી રહ્યા છે.