વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સુર ગુજરાત કે” સીઝન ર ના વિજેતા ઘોષિત

વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સુર ગુજરાત કે” સીઝન ર ના વિજેતા ઘોષિત :પોરબંદરના જાણીતા ગાયક પ્રણય રાવલ પ્રથમ ક્રમાંકે કોરોના ના લોકડાઉન દરમિયાન ગુજરાતની જાણીતી મ્યુઝિક અને ફિલ્મ કંપની કૃપ મ્યુઝિક તથા ગીવ વાચા ફાઉન્ડેશન એનજીઓ દ્વારા વિશ્વભર ના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સુર ગુજરાત કે” સીઝન ર નું કરાયું હતું આયોજન વિશ્વના વિવિધ દેશોમાં વસતા પ થી ૫૦ વર્ષ ના ૧૦૦૦ થી વધુ ગુજરાતી ગાયકો એ સ્પર્ધાના સિનીયર તેમજ જુનીયર વિભાગમાં ભાગ લીધો હતો પ્રણય રાવલ એ કૃષ્ણ ભક્તિ ગીત “આ કેવી કરામત, મધુરાષ્ટકમ” ગીત ગાઈ પ્રથમ સ્થાન મેળવ્યું.