Nach Le Season 1 WINNERS declared
વિશ્વભરના ભારતીય નર્તકો માટેની સ્પર્ધા “નચ લે” સીઝન ૧ ના વિજેતા ઘોષિત
કોરોના ના લોકડાઉન દરમિયાન ગુજરાતની જાણીતી મ્યુઝિક અને ફિલ્મ કંપની કૃપ મ્યુઝિક તથા ગીવ વાચા ફાઉન્ડેશન એનજીઓ દ્વારા વિશ્વભર ના ભારતીય નર્તકો માટેની સ્પર્ધા ”નચ લે” સીઝન ૧ નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધા માં ભારતના વિવિધ રાજ્યો તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વસતા ૫ થી ૩૦ વર્ષ ના ૪૦૦ થી વધુ ભારતીય નર્તકો એ સ્પર્ધાના સિનીયર તેમજ જુનીયર વિભાગમાં ભાગ લીધો. સંપૂર્ણ ડીજીટલ સ્પર્ધામાં ૪ રાઉન્ડ હતા. જેમાં અંતે ફાઈનલ માં મેન્ટર અને જજ ડો. કૃપેશ ઠક્કર ના હીટ ગીતો પર પર્ફોર્મ કરી સ્પર્ધકો એ વિશ્વભરના ભારતીઓની પ્રસંશા મેળવી. કૃપ મ્યુઝિક દ્વારા હાલ આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ. જેમાં જુનીયર વિભાગ માં ભુજની પર્લ અનમ (૮ વર્ષ) એ “ઓમ નમઃ શિવાય” ભક્તિ ગીત પર પેર્ફોર્મ કરી પ્રથમ સ્થાન અને ગાંધીધામ ની કામના મેંઘાણી (૧૩ વર્ષ) એ જ ગીત માટે બીજુ સ્થાન જયારે આદિપુર ની ધ્વની ઠક્કર (૧૨ વર્ષ) એ શહીદો ને સલામ કરતા ગીત “હૈ નમન” સાથે ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું. આ સાથે જ સિનીયર વિભાગ માં સુરેન્દ્રનગર જીલ્લા ના આદરીયાણા ગામ ની આરતિ પ્રજાપતિ (૨૧ વર્ષ) એ “ઓમ નમઃ શિવાય” ગીત સાથે પ્રથમ, રાજકોટ ની કિન્નરી ચુડાસમા (૨૧ વર્ષ) એ બીજું તેમજ જામનગર ના પાર્થ પાટડિયા (૨૧ વર્ષ) એ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત ઉમરગામની રિધ્ધિ પટેલ (૧૨ વર્ષ) એ બેસ્ટ કન્ટેમ્પરરી ડાન્સ નો, ગાંધીધામ ની વિશ્વા વરુ (૧૨ વર્ષ) એ બેસ્ટ ફ્યુઝન ડાન્સ નો, ભાવનગર ની પરમિત કૌર (૧૫ વર્ષ) તથા અંજાર ની માનસી ઝોટા (૧૭ વર્ષ) એ ગ્રેસફૂલ ડાન્સર નો, અંજાર ની મોક્ષા ઠક્કર (૧૧ વર્ષ) એ બેસ્ટ ક્લાસિકલ ડાન્સ નો, માધાપર ની ફલક ઠક્કર (૧૪ વર્ષ) એ બેસ્ટ ગરબા ડાન્સ નો તથા ભુજ ની કાવ્યા ચંદે (૭ વર્ષ) અને ભાવનગર ના માનવ શાહ (૧૦ વર્ષ) એ ક્યુટેસ્ટ ડાન્સરનો ખિતાબ જીત્યો.














મેન્ટર અને જજ સંગીતકાર અને ફિલ્મ પ્રોડ્યુસર ડો. કૃપેશ ઠક્કર
સ્પર્ધા ના મેન્ટર અને જજ સંગીતકાર અને ફિલ્મ પ્રોડ્યુસર ડો. કૃપેશ ઠક્કર એ જણાવ્યું કે તેમનો મૂળ હેતુ દુનિયા ના કોઈ પણ છેડે રહેલા ભારતીય નર્તકો ને શોધી ને તેમના ટેલેન્ટને વિશ્વ સમક્ષ કૃપ મ્યુઝિક દ્વારા રજુ કરવાનો છે. તેમને ઉમેર્યું કે ફાઈનલના બધા સ્પર્ધકો એ એમના ગીત ને પુરતો ન્યાય આપ્યો અને વિજેતાઓના ટેલેન્ટ થી તેઓ ખૂબ સંતુસ્ટ છે. યંગેસ્ટ સિંગર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતી ૮ વર્ષીય વાચા ઠક્કર તેમજ યંગેસ્ટ એક્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા બાળ કલાકાર પર્વ ઠક્કર એ સ્પર્ધા ના બ્રાંડ એમ્બેસેડર તરીકે સેવા આપી. આ સાથે જ ઈઝી આઈડી કંપની એ મુખ્ય સ્પોન્સોર તરીકે યોગદાન અને પ્રોત્સાહન આપ્યું તેમજ ધ ગ્લોબલ ગુજરાતી એ ડીજીટલ પાર્ટનર તરીકે સ્પર્ધકો ને દુનિયાભરમાં જાણીતા કર્યા.



હવે આ સ્પર્ધા ના વિજેતાઓ ડો. કૃપેશ ના આવનારા ગીત માં પર્ફોર્મ કરશે જે કૃપ મ્યુઝિક લેબલ દ્વારા વિશ્વભરમાં રજુ થશે. સ્પર્ધકો ને કૃપ મ્યુઝિક એકેડેમી દ્વારા સ્કોલરશીપ આપવામાં આવશે. તેમજ ગીવ વાચા ફાઉન્ડેશન ના “વેલેન્ટાઇન પર્વ”, “વુમન્સ પર્વ” અને “માં પર્વ” ઉત્સવમાં આ સ્પર્ધકો ને તેમના શહેરના ગીફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેડર તરીકે નીમવામાં આવશે.
SUPPORTING LINKS:
Results: https://krupmusic.com/nach-le-winners/
Mentor & Judge: https://esyid.com/artist/drkrupesh/
Label Partner: https://krupmusic.com/
NGO Website: https://GiveVacha.org
Brand Ambassadors:
1. Vacha: https://esyid.com/artist/vachathacker/
2. Parv: https://esyid.com/artist/parvthacker/
FOR PRESS INQUIRY: +91 9265644011