Sur Gujarat Ke 2 WINNERS declared
વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સુર ગુજરાત કે” સીઝન ૨ ના વિજેતા ઘોષિત – ગુજરાત તેમજ યુએસએ અને કેનેડાના ગુજરાતી ગાયકો એ મેદાન માર્યું.
કોરોના ના લોકડાઉન દરમિયાન ગુજરાતની જાણાતી મ્યુઝિક અને ફિલ્મ કંપની કૃપ મ્યુઝિક તથા ગીવ વાચા ફાઉન્ડેશન એનજીઓ દ્વારા વિશ્વભર ના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા ”સુર ગુજરાત કે” સીઝન ૨ નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધા માં ગુજરાતના વિવિધ તાલુકા તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વસતા ૫ થી ૫૦ વર્ષ ના ૧૦૦૦ થી વધુ ગુજરાતી ગાયકો એ સ્પર્ધાના સિનીયર તેમજ જુનીયર વિભાગમાં ભાગ લીધો. સંપૂર્ણ ડીજીટલ સ્પર્ધામાં ૫ રાઉન્ડ હતા. જેમાં અંતે સેમી ફાઈનલ માં ગુજરાતી ગરબા અને ફાઈનલ માં ફક્ત ગુજરાતી ગીતો જ ગાવાના હતા. ફાઈનલ રાઉન્ડ માં મેન્ટર અને જજ ડો. કૃપેશ ઠક્કર ના ગુજરાતી ગીતો ગાઈ આ ગાયકો એ વિશ્વભરના ગુજરાતીઓની પ્રસંશા મેળવી. કૃપ મ્યુઝિક દ્વારા હાલ આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ. જેમાં પોરબંદર ના પ્રણય રાવલ એ કૃષ્ણ ભક્તિ ગીત “આ કેવી કરામત, મધુરાષ્ટકમ” ગીત ગાઈ પ્રથમ સ્થાન, ભરૂચના ધ્રુવ મિસ્ત્રી એ માતૃપ્રેમ દર્શાવતુ ગીત “તું છે ઓ મા” ગાઈ બીજુ સ્થાન જયારે કેનેડા સ્થિત ફેની પંડ્યા એ રાધા કૃષ્ણ નું ગીત “ધબકારા ચુકી જાતું” ગાઈ ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું. આ સાથે જ જુનીયર વિભાગ માં મૂળ કચ્છી અને હાલ યુએસએ સ્થિત રીતિ ઠક્કર એ “આ કેવી કરામત, મધુરાષ્ટકમ” ગીત સાથે પ્રથમ, વડોદરા ની સાક્ષી સલોટ એ “તું છે ઓ મા” ગીત સાથે બીજું તેમજ અમદાવાદ ની રાશી વૈષ્ણવ “તું છે ઓ મા” ગીત સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત સિનીયર વિભાગ માં યુએસએ સ્થિત નેહુલ શાહ એ ચોથું, કેશોદ ના જયદીપ કાનાબાર એ પાંચમું તેમજ સોમનાથ ના સાગર જેઠવા એ છઠું સ્થાન મેળવ્યું.









મેન્ટર અને જજ ગીતકાર, સંગીતકાર, ગાયક અને ફિલ્મ પ્રોડ્યુસર ડો. કૃપેશ ઠક્કર
સ્પર્ધા ના મેન્ટર ડો. કૃપેશ ઠક્કર એ જણાવ્યું કે તેમનો મૂળ હેતુ દુનિયા ના કોઈ પણ છેડે રહેલા ગુજરાતી ગાયકો ને શોધી ને ગુજરાત ના ટેલેન્ટને વિશ્વ સમક્ષ કૃપ મ્યુઝિક દ્વારા રજુ કરવાનો છે. તેમને ઉમેર્યું કે ફાઈનલના બધા સ્પર્ધકો એ એમના ગીત ને પુરતો ન્યાય આપ્યો અને વિજેતાઓના ટેલેન્ટ થી તેઓ ખૂબ સંતુસ્ટ છે. તેમને કહ્યું કે હજી ઘણા દેશ માં વસતા ગુજરાતી લોકો ભાગ લેવા ઉત્સુક છે તેથી ટૂંક સમય માં સીઝન ૩ શરુ કરવામાં આવશે. બોલીવૂડ અને ગુજરાતી ફિલ્મ અભીનેતા વીજે ભાટિયાએ તથા ગુજરાતી ફિલ્મ ના ગીતકાર અને સંગીતકાર ડૉ. કૃપેશ ઠક્કર એ ફાઈનલ માં જજ તરીકે સેવા આપી. યંગેસ્ટ સિંગર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા, અને ૨૫ જેટલા ગીતો ને કંઠ આપનાર તેમજ “તું છે ઓ મા” ના ગાયિકા ૮ વર્ષીય વાચા ઠક્કર તેમજ ગાયક અને યંગેસ્ટ એક્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા બાળ કલાકાર પર્વ ઠક્કર એ સ્પર્ધા ના બ્રાંડ એમ્બેસેડર તરીકે સેવા આપી. આ સાથે જ ભારતીય સંગીત ના વાદ્યોનું ડીજીટલ સોફ્ટવેર બનાવતી સ્વીત્ઝરલૅન્ડની કંપની સ્વર સિસ્ટમ એ મુખ્ય સ્પોન્સોર તરીકે યોગદાન અને પ્રોત્સાહન આપ્યું. ધ ગ્લોબલ ગુજરાતી એ ડીજીટલ પાર્ટનર તરીકે સ્પર્ધકો ને દુનિયાભરમાં જાણીતા કર્યા.



હવે આ સ્પર્ધા ના વિજેતાઓ ડો. કૃપેશ ના આવનારા ગીત ને કંઠ આપશે જે કૃપ મ્યુઝિક લેબલ દ્વારા વિશ્વભરમાં રજુ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુર ગુજરાત કે સ્પર્ધા તેના વિજેતા તેમજ સ્પર્ધકો ને ફિલ્મ જગત તેમજ સંગીત માં કારકિર્દી બનાવવામાં મંચ આપવા માટે જાણીતી છે. આ અગાઉ સીઝન ૧ની વિજેતા આર્ચી મિસ્ત્રી એ ગુજરાતી ફિલ્મ કમીટમેન્ટ માં ડો. કૃપેશ ના જ ગીત “હે પ્રભુ” ને કંઠ આપ્યું છે તેમજ કબ્બડી વર્લ્ડકપમાં રાષ્ટ્રગીત પર્ફોર્મ કર્યું. આ ઉપરાંત ૨૦ જેટલા અન્ય સ્પર્ધકો ને ૪ મ્યુઝિક વીડિઓ માં ગાવા ની તક મળી ચુકી છે. તેમજ સીઝન ૨ ના સેમી ફાઈનલ સુધી પહોંચેલા અમદાવાદ ના સ્પર્ધક પૂર્વી રાજગુરુ ને ડો. કૃપેશ ના બે ગીત ગાવા ની તક મળી ચુકી છે. આ સાથે જ સ્પર્ધકો ને કૃપ મ્યુંઝીક એકેડેમી દ્વારા સંગીત ના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવશે. તેમજ ગીવ વાચા ફાઉન્ડેશન ના “વેલેન્ટાઇન પર્વ” “વુમન્સ પર્વ” અને “માં પર્વ” ઉત્સવમાં આ સ્પર્ધકો ને તેમના શહેરના ગીફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેડર તરીકે નીમવામાં આવશે.
SUPPORTING LINKS:
Results: https://krupmusic.com/sur-gujarat-ke-winners/
Mentor & Judge: https://esyid.com/artist/drkrupesh/
Finale Judge: https://esyid.com/artist/vijebhatia/
Presenting Partner: https://SwarSystems.com/
Label Partner: https://krupmusic.com/
NGO Website: https://GiveVacha.org
Brand Ambassadors:
1. Vacha: https://esyid.com/artist/vachathacker/
2. Parv: https://esyid.com/artist/parvthacker/
FOR PRESS INQUIRY: +91 9265644011