Gujarati ArticlesNews

વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યું છે કચ્છની આ બાળ કલાકારાનું રાષ્ટ્રગીત

હાલમાં પ્રજાસત્તાક પર્વ પર જ્યાં દેશના દરેક ખૂણે રાષ્ટ્રગાન ગવાયું ત્યારે અંજારની અગિયાર વર્ષીય ગાયિકા વાચા ઠક્કરના ‘જન ગન મન’ ને વિશ્વભરમાં ચાહકોએ ઉત્સાહભેર વધાવ્યો. આ ગીતમાં અંજારના બગીચાની જલક હોતા તેના વિડીયો સાથે અંજાર અને કચ્છ વિશ્વસ્તરે રોશન થયું છે જે સૌ કચ્છીઓ માટે ગૌરવની વાત છે. આ ગીતને યુટ્યુબ પર ત્રણ કરોડથી વધુ લોકોએ નિહાળ્યું, ૧ લાખથી પણ વધુ લોકોએ લાઇક્સ વરસાવ્યા ઉપરાંત સાડા સાત હજાર લોકોએ શોર્ટ્સ બનાવ્યા. એ સિવાય જીઓ સાવન પર નવ લાખથી વધુ લોકોએ આ ગીત માણ્યું તથા ત્યાં ટ્રેન્ડિંગ રહેતાં આ ગીતને જીઓ સાવને ‘બૉલીવુડ ડેકેડ 2010’ ની યાદીમાં પ્રથમ સ્થાન પણ આપ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર વાચાના આ ગીત પર દસ હજાર જેટલી રિલ બનતા છવીસમી જાન્યુઆરીથી તે હજુ પણ ટ્રેન્ડિંગમાં છે.

7.5k Short Videos Created On Jana Gana Mana By Vacha Thacker. The song was released by Krup Music Record Label.
JANA GANA MANA TRENDING ON SHORTS
Jana Gana Mana By Vacha Thacker Completed 9 Lac+ Streams On JioSaavn. The song was released by Krup Music Record Label.
JANA GANA MANA TRENDING ON JIOSAAVN
"Jana Gana Mana" By Vacha Thacker Trending On Instagram With 10k Reels. The song was released by Krup Music Record Label.
JANA GANA MANA TRENDING ON INSTAGRAM
'Jana Gana Mana' Trending No. 1 In Bollywood Decade 2010s
JANA GANA MANA FEATURED IN BOLLYWOOD DECADE 2010S

ગાયિકાએ ફક્ત સાત વર્ષની વયે આ ગીતને સ્વર આપ્યું જેમાં સંગીત અને દિગ્દર્શન જાણીતા ગીતકાર-સંગીતકાર ડૉ. કૃપેશ દ્વારા કરવામાં આવ્યું. આ ગીત કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વસ્તરે લોન્ચ થયું જેથી નાની ઉમર, દેશભક્તિ અને મધુર અવાજ સાથે આ ગાયિકા લોકોનો હ્રદયમાં છવાઈ ગઈ. આ ગીતનું સંકલન ‘લવ યુ ભારત’ આલ્બમમાં થયું જેને હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી લોકાર્પિત કરી આશીર્વાદ આપ્યા હતાં.

JANA GANA MANA BY VACHA THACKER
JANA GANA MANA NOTATION VERSION BY VACHA THACKER
Dr. Krupesh Thacker, Parv Thacker & Dr. Pooja with Harsh Sanghavi.
LOVE YOU BHARAT ALBUM LAUNCHED BY HARSH SANGHAVI

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વાચાએ રાષ્ટ્રગીતને અલગ અલગ રૂપે પ્રસ્તુત કર્યું છે, જેમાં નૉટેશન રૂપે રાષ્ટ્રગીત ગાનાર એ સૌથી પહેલી ગાયિકા થઈ તથા તેને તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બંગાળી સહિતની સાત અલગ અલગ ભાષાઓમાં લિરિક્સ સાથે રજૂ કર્યું તેમજ આંખો પર પટ્ટી બાંધીને રાષ્ટ્રગીતને કીબોર્ડ પર પરફોર્મ કરીને પણ વિક્રમ સર્જ્યો.


OTHER JANA GANA MANA VERSIONS