Skip to content

ગાંધીધામ ખાતે ‘સૂર ગુજરાત કે’ માં અલ્તાફ રાજાએ દર્શકોને ડોલાવ્યા

Sur Gujarat Ke Season 1 Final News Coverage In Kutchmitra
Sur Gujarat Ke Season 1 Final News Coverage In Kutchmitra

ગાંધીધામ ખાતે ‘સુર ગુજરત કે’ નું ફાઈનલ ઓડિશન યોજવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કચ્છમાંથી પસંદગી પામેલા ૩૦ પ્રતિસ્પર્ધીઓ તેમજ અલ્તાફ રાજાએ સંગીતના સથવારે દર્શકોને ડોલાવ્યા હતા. ક્રુપ મ્યુઝિક આયોજિત ‘સૂર ગુજરાત કે’ ના ફાઈનલ ઓડિશનમાં કચ્છી સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કચ્છના યુવાનોમાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવવા માટે મુન્દ્રા, માંડવી, ભુજ, અંજાર અને ગાંધીધામ ખાતે ઓડીશનનું આયોજન કરાયું હતું. ફાઈનલમાં તમામ સ્પર્ધકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં હીમા હોદાર, સૂરજ સોલંકી, અને આર્ચી મિસ્ત્રી વિજેતા થયા હતા જયારે હર્ષિદા, વૈભવ ઠક્કર અને પ્રથમ શાહ રનર્સઅપ રહ્યા હતા. આ પ્રસંગે કુપેશ ઠક્કરનો આલ્બમ ‘કયાં છે કાનો’ નું ત્રિકમદાસજી મહારાજ, નિર્ણાયકો તેમજ ડો. શશિકાંત ઠક્કરના હસ્તે લોંચ કરાયું હતું. પ્રખ્યાત કવાલી કલાકાર અલ્તાફ રાજા, દેશ-વિદેશમાં સૂરથી ધૂમ મચાવનાર ઈન્ડિયન આઈડલ ફેમ હર્ષી માધાપરિયા, ડોલી પીટર, વાજીદ ખાન, આલોક માશી, કીર્તિ વરસાણી, પૂજા ઠક્કર અને કૃપેશ ઠક્કરે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. અલ્તાફ રાજાએ “તુમ તો ઠહેરે પરદેશી’ થી દર્શકોને ડોલાવ્યા હતા.