Gujarati Articles

સૂર ગુજરાત કેનો કાલે ગાંધીધામ ખાતે ગ્રાન્ડ ફિનાલે

કચ્છમાં રહેલી સંગીતની છૂપી પ્રતિભાને બહાર લાવવા માટે યોજાઇ રહેલી સૂર ગુજરાત કેનો ગ્રાન્ડ ફિનાલે રવિવાર તા. ૭/પના ગાંધીધામની રેડિશન હોટલમાં યોજાઇ રહ્યો છે.

Sur Gujarat Ke Season 1 News Coverage In Kutchmitra

કૃપ મ્યુઝિક ના કૃપેશ ઠક્કર, અઝીમ શેખ, આનંદ ઠક્કર અને નૈષધ ઠક્કર દ્રારા આયોજિત આ સ્પર્ધા નિહાળવા માટે પાસ ટી. પોસ્ટ, મુરલી બેકરી, ઓમ સિનેપ્લેક્સ, ફાર્મ હાઉસ રેસ્ટોરન્ટ, ડેરી કિમ, શેઠિયા કોમ્પ્લેક્સ અને કચ્છ ન્યૂઝ એજન્સી જેવી જગ્યાએથી મળી રહ્યા છે. આ સ્પર્ધામાં જાણીતા ગાયક અલ્તાફ રાજા, સંગીતકાર વાજિદખાન, યુ.કે.ની ઇન્ડિયન આઇડોલ હર્ષી માધાપરિયા, આલોક મસી અને કૃપેશ ઠક્કર જજ તરીકે સેવા આપશે અને પોતાનું લાઇવ પરફોર્મન્સ પણ આપશે.