Gujarati Articles

વિશ્વ ગુજરાતી ગીત સ્પર્ધામા પોરબંદરનો યુવાન વિજેતા

દુનિયાભરના ૧૦૦૦ સ્પર્ધકોએ જીવંત કર્યો માતૃભાષાનો વારસો

Sur Gujarat Ke Season 2 News Coverage In Sandesh News

બીજા ક્રમે ભરૂચનો યુવાન અને ત્રીજા ક્રમે કેનેડાની યુવતિ વિજેતા

કોરોના લોકડાઉન કાળમા મ્યુઝીક કંપની અને એનજીઓ દ્વારા વિશ્વભર ના ગુજરાતીઓ માટે ગાયન સ્પર્ધા સુર ગુજરાત કે નું આયોજન કર્યું હતું જેમાં પોરબંદર નો યુવાન પ્રથમ ક્રમે વિજેતા થયો છે.

કોરોના ના લોકડાઉન દરમિયાન જાણીતી મ્યુઝીક અને ફ્લ્મિ કંપની તથા ગીવ વાચા ફાઉન્ડેશન એનજીઓ દ્વારા વિશ્વભર ના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા “સુર ગુજરાત કે” સીઝનરનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધા માં ગુજરાતના વિવિધ તાલુકા તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વસતા પ થી પ૦ વર્ષ ના ૧૦૦૦ થી વધુ ગુજરાતી ગાયકો એ સ્પર્ધાના સિનીયર તેમજ જુનીયર વિભાગમાં ભાગ લીધો હતો. સંપૂર્ણ ડીજીટલ સ્પર્ધામાં પ રાઉન્ડ હતા. જેમાં અંતે સેમી ફાઈનલ માં ગુજરાતી ગરબા અને ફાઇનલ માં ફ્ક્ત ગુજરાતી ગીતો જ ગાવાના હતા. મ્યુઝિક કંપની દ્વારા હાલ આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ. જેમાં પોરબંદર ના પ્રણય રાવલ એ કૃષ્ણ ભક્તિ ગીત “આ કેવી કરામત, મધુરાષ્ટકમ” ગીત ગાઈ પ્રથમ સ્થાન મેળવ્યું છે, ભરૂચના ધ્રુવ મિસ્ત્રી એ માતૃપ્રેમ દર્શાવતુ ગીત “તું છે ઓ મા” ગાઈ બીજુ સ્થાન જયારે કેનેડા સ્થિત ફેની પંડ્યા એ રાધા કૃષ્ણ નું ગીત “ધબકારા ચુકી જાતું” ગાઈ ત્રીજુ સ્થાનપ્રાપ્ત કર્યું હતું બોલીવૂડ અને ગુજરાતી ફ્લ્મિ અભીનેતા વીજે ભાટિયાએ ફાઈનલ માં જજ તરીકે સેવા આપી હતી .વ્યવસાયે સિવિલ એન્જીનીયર એવા પ્રણય પ્રથમ ક્રમે વિજેતા બનતા શહેરીજનો એ અભિનંદન પાઠવ્યા હતા.