The Global Gujarat Show Season 1 WINNERS declared
વિશ્વભરના ગુજરાતી મોડલ માટેની સ્પર્ધા “ધ ગ્લોબલ ગુજરાત શો” સીઝન ૧ ના વિજેતા ઘોષિત
કોરોના ના લોકડાઉન દરમિયાન ગુજરાતની જાણીતી મ્યુઝિક અને ફિલ્મ કંપની કૃપ મ્યુઝિક તથા ગીવ વાચા ફાઉન્ડેસન એનજીઓ દ્વારા વિશ્વભર ના ગુજરાતી મોડલો માટેની સ્પર્ધા “ધ ગ્લોબલ ગુજરાત શો” સીઝન ૧ નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધા માં ગુજરાત ના વિવિધ જીલ્લાઓ તેમજ વિશ્વના વિવિધ દેશોમાં વસતા ૫ થી ૫૦ વર્ષ ના ૩૫૦ થી વધુ ભારતીય મોડલો એ સ્પર્ધાના લીટલ, જુનિયર, મિસ તેમજ મીસીસ વિભાગમાં ભાગ લીધો. સંપૂર્ણ ડીજીટલ સ્પર્ધામાં ૪ રાઉન્ડ હતા. કૃપ મ્યુઝિક દ્વારા હાલ આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ. જેમાં લીટલ વિભાગ માં ગઢસીસા ની હિતાંશી ઠક્કર (૧૧ વર્ષ) એ પ્રથમ સ્થાન અને ગાંધીધામ ની જાનવી સુગવાની (૧૦ વર્ષ) એ બીજુ સ્થાન જયારે ભુજ ની દિત્યા તન્ના (૫ વર્ષ) એ ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત આદિપુર ની ધ્વની ઠક્કર (૧૨ વર્ષ) એ બેસ્ટ સ્માઈલ નો, ભુજ ની પર્લ અનમ (૮ વર્ષ) એ ગ્રેસફૂલ ગર્લ નો, આદિપુર ની ખુશાલી રામાણી (૧૦ વર્ષ) એ ક્યુટ ફેસ નો, ભાવનગર ના માનવ શાહ (૧૦ વર્ષ) અને અમદાવાદ ની પ્રિશા શાહ (૧૩ વર્ષ) એ બેસ્ટ પર્સનાલીટી નો ખિતાબ જીત્યો. આ સાથે જ જુનિયર વિભાગ માં ગાંધીધામ ની અંજલી નાનકની (૧૪ વર્ષ) એ પ્રથમ, જુનાગઢ ની રિયા અહુજા (૧૩ વર્ષ) એ બીજુ તેમજ અંજાર ની માનસી ઝોટા (૧૭ વર્ષ) એ ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ. મિસ વિભાગ માં મૂળ ભાવનગર ની અને હાલે મુંબઈ સ્થિત જૈના આચાર્ય (૨૩ વર્ષ) એ પ્રથમ, મુન્દ્રા ની મીરા કોડરાણી (૧૭ વર્ષ) એ બીજુ તેમજ અંજાર ની નિમિષા સોની (૨૫ વર્ષ) એ ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ. આ ઉપરાંત ગાંધીધામ ની પ્રિયલ જોબનપુત્રા (૨૧ વર્ષ) એ બેસ્ટ સ્માઈલ નો, અમદાવાદ ની પિયુષા પીઠડીયા (૨૨ વર્ષ) એ બેસ્ટ પર્સનાલીટી નો તેમજ મૂળ કચ્છ ની અને હાલે રાજકોટ ની હિના ધુઆ (૨૧ વર્ષ) એ ગ્રેસફુલ ગર્લ નો ખિતાબ જીત્યો. મીસીસ વિભાગ માં મૂળ રાજકોટ ના અને હાલે મુંબઈ ના મીના ગોહેલ એ પ્રથમ સ્થાન, ગાંધીધામ ના દીપા મોટવાની એ બીજુ સ્થાન જયારે મૂળ ભુજ ના અને હાલ મુંબઈ ના હિના અરોરા એ ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ. આ ઉપરાંત હિંમતનગર ના હિરલ શાહ એ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યુ.


















મેન્ટર અને જજ સંગીતકાર અને ફિલ્મ પ્રોડ્યુસર ડો. કૃપેશ ઠક્કર
સ્પર્ધા ના મેન્ટર અને જજ સંગીતકાર અને ફિલ્મ પ્રોડ્યુસર ડો. કૃપેશ ઠક્કર એ જણાવ્યું કે તેમનો મૂળ હેતુ દુનિયા ના કોઈ પણ છેડે રહેલા ગુજરાતી મોડલ ને શોધી ને તેમના ટેલેન્ટને વિશ્વ સમક્ષ કૃપ મ્યુઝિક દ્વારા રજુ કરવાનો છે. તેમણે ઉમેર્યું કે ફાઈનલના બધા સ્પર્ધકો એ આ સ્પર્ધા ને પુરતો ન્યાય આપ્યો અને વિજેતાઓના ટેલેન્ટ થી તેઓ ખૂબ સંતુસ્ટ છે. બાળ કલાકાર તેમજ યંગેસ્ટ સિંગર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતી ૮ વર્ષીય વાચા ઠક્કર અને યંગેસ્ટ એક્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા પર્વ ઠક્કર એ સ્પર્ધા ના બ્રાંડ એમ્બેસેડર તરીકે સેવા આપી. આ સાથે જ ઈઝી આઈડી કંપની એ મુખ્ય સ્પોન્સોર તરીકે યોગદાન અને પ્રોત્સાહન આપ્યું, તેમજ ધ ગ્લોબલ ગુજરાતી એ ડીજીટલ પાર્ટનર તરીકે સ્પર્ધકો ને દુનિયાભરમાં જાણીતા કર્યા.



હવે આ સ્પર્ધા ના વિજેતાઓ કૃપ મ્યુઝિક ના કેલેન્ડરમાં મોડલ તરીકે લોન્ચ થશે જે કૃપ મ્યુઝિક લેબલ દ્વારા વિશ્વભરમાં રજુ થશે. સ્પર્ધકો ને કૃપ મ્યુઝિક એકેડેમી દ્વારા સ્કોલરશીપ આપવામાં આવશે. તેમજ ગીવ વાચા ફાઉન્ડેશન ના “વેલેન્ટાઇન પર્વ”, “વુમન્સ પર્વ” અને “મા પર્વ” ઉત્સવમાં આ સ્પર્ધકો ને તેમના શહેરના ગીફ્ટ ઓફ ટાઇમ એમ્બેસેડર તરીકે નીમવામાં આવશે.
SUPPORTING LINKS:
Results: https://krupmusic.com/the-global-gujarat-show-winners/
Mentor & Judge: https://esyid.com/artist/drkrupesh/
Label Partner: https://krupmusic.com/
NGO Website: https://GiveVacha.org
Brand Ambassadors:
1. Vacha: https://esyid.com/artist/vachathacker/
2. Parv: https://esyid.com/artist/parvthacker/
FOR PRESS INQUIRY: +91 9265644011