Gujarati Articles

ગાંધીધામમાં ‘સુર ગુજરાત કે’ નો ગાલા રાઉન્ડ સંપન્ન

Sur Gujarat Ke Season 1 Quarter Final News Coverage In Kutchuday

ગાંધીધામ : સુર ગુજરાત કે મેગા સીંગીંગ કોમ્પીટીશનનો આજ રોજ તા.૨૭ ના રાજવી રીસોર્ટ ગાંધીધામ ખાતે યોજાયો ગાલા રાઉન્ડ ગાલા રાઉન્ડમાં કચ્છના ઓડીશન માંથી સીલેકટ થયેલા મુન્દ્રાના ૧૯, માંડવીના ૧૩, ભુજના ૩૧, અંજારના રપ તથા ગાંધીધામના ૪૯ એમ કુલ ૧૪૫ કલાકારોએ ભાગ લીધો હતો. ઓડીશન રાઉન્ડ ફક્ત કચ્છના જ નહી રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા તથા મુંબઇના કલાકારોએ પણ કચ્છમા અલગ અલગ શહેરોમાં આવી ઓડીશન આપ્યા હતા. આ સુર ગુજરાત કે સ્પર્ધાનુ આયોજન કૃપ મ્યુઝીક દ્વારા કરવામાં આવ્યુ છે. જેમાં મેઇન સ્પોન્સર ક્રીષના ડેવલોપર્સ કિરણભાઈ ઠક્કર ગાંધીધામ અને ગોલ્ડન સ્પોન્સર, એપલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ફર્નીચર ભુજ તથા કોસ્મો પ્લાસ્ટ સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલ ગાંધીધામ રહ્યા છે. સીલ્વર સ્પોન્સરમાં ખાવડા ફાઇન્સ, મુરલી બેકરી, ખાવડા સ્વીટ્સ, સોઇમ ગ્રુપ, શેરોન-પ, આસ્કમી કોમ, રોયલ ગ્રુપ રહ્યા છે. ગાલા રાઉન્ડના જજ તરીકે કિર્તીભાઇ વાસાણી, કુપેશભાઇ ઠક્કર, પુજાબેન ઠક્કર છે. આજનુ સીલેકશન સુર તાલ અને પ્રેન્ટેશન પર રહેશે. સ્પર્ધાના સપોર્ટેડ સ્પોન્સર્સમાં સિદ્ધી વિનાયક મેન્સવેર ગાંધીધામ, ટી પોસ્ટ છે. એનજીઓ પાર્ટનરમાં રોટરેક્ટ કલબ તથા ગીવ વાચા ફાઉન્ડેશન છે સ્પર્ધાનો હેતુ કચ્છ તથા ગુજરાત માંથી ટેલેન્ટની શોધ કરવી છે અને આ સ્પર્ધાથી કચ્છમા મેડીકલ કેમ્પ કરી સોશીયલ એકટીવીટિ કરવા માટેનો છે. સ્પર્ધાના આયોજક કૃપેશભાઇ ઠક્કર, નૈષધભાઇ ઠક્કર અને આનંદભાઇ ઠક્કર છે.