Gujarati Articles

છ ગુજરાતી ગાયક ગુજરાત કક્ષાએ પસંદ

બે મહિના ચાલેલી સૂર ગુજરાત કે ગાયન સ્પર્ધાનો ગ્રાન્ડ ફિનાલે યોજાયો : ગાંધીધામ ગીત-સંગીતમાં તરબોળ થયું

છેલ્લા બે મહિનાથી કચ્છભરમાં સંગીત ચાહકોમાં આાકર્ષણ, જગાવનાર તથા ખૂણેખૂણે છેવાડેના વિસ્તારોથી કસાયેલા સૂરસંગ્રામના શૂરા એવા ત્રીસ જણાની સૂર કસોટી રવિવાર તા. ૭/૬ના ગાંધીધામની હોટેલ રેફિશન ખાતે કૃપ મ્યુઝિકના આયોજન હેઠળ કરાઇ હતી. જેમાં છ કચ્છી ગાયકો ગુજરાતકક્ષાએ સ્થાન પામ્યા હતા.

Sur Gujarat Ke Season 1 Semi Final News Coverage In Kutchmitra

સ્પર્ધકોને કસોટીની એરણ ઉપર ચકાસવા માટે નિર્ણાયક તરીકેની જવાબદારી ગાયક, અલ્તાફ રાજા, ઇન્ડિયન આઇડલ યુ.કે. વિનર હર્ષી માધાપરિયા, પ્લેબેક સિંગર ડોલી પીટર, આલોક મશી, કીર્તિ વરસા, પૂજા ઠક્કર તથા સંગીતકાર ગીતકાર ડો. કૃપેશ ઠક્કર રહ્યા હતા. આ કાર્યકમ દરમ્યાન ગાયક-ગીતકાર-સંગીતકાર ડો. કૃપેશ ઠક્કરના મ્યુઝિક આલ્બમ ‘ક્યાં છે કાનો’ ને લોન્ચ કરવામાં આવેલું જેમાં ડો. કૃપેશ ઉપરાંત તેમના માતા-પિતા ડો. શશિકાંતભાઈ ઠક્કર પરિવાર, મહંત ત્રિકમદાસજી, અને નિર્ણાયકોએ વધાવી લીધું હતું. અલ્તાફ રાજાએ પોતાના જાણીતા ગીત તુમ તો ઠહેરે પરદેશીથી અલગ સમા બાંધી દર્શકોની વાહવાહ મેળવી હતી, તો હર્ષિ માધાપરિયા તથા ડોલી પીટરના સુરને પણ દર્શકોએ એકી હાથે વધાવી લીધેલા. મોડીરાત સુધી ચાલેલા સંગીતના મહાસંગ્રામને માણવા માટે જનતા ઉપરાંત કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, અંજાર સચ્ચિદાનંદ મહંત ત્રિકમદાસજી તથા કચ્છમિત્ર પરિવારના મેનેજર શૈલેષભાઇ કંસારા, આસિ. મેનેજર મુકેશભાઇ ધોળકિયા, ગાંધીધામ બ્યૂરો ચીફ અદ્વેત અંજારિયા અને સિનિયર રિપોર્ટર ગિરીશભાઇ જોશી વગેરે હાજર રહ્યા હતા. સૂર ગુજરાતના આયોજકો ડો. કૃપેશ ઠક્કર, અઝીમભાઇ શેખ, આનંદ ઠક્કર તથા નૈષધભાઇ ઠક્કરના સંપૂર્ણ આયોજન હેઠળ સમગ્ર ઇવેન્ટનું આયોજન થયેલુ.

સૂર ગુજરાતના સફળ સ્પર્ધકો

ફીમેલ વિનર – હિમા પોદાર
મેલ વિનર – સૂરજ સોલકી,
ચાઇલ્ડ વિનર – આર્ચી મિસ્ત્રી
રનર્સઅપ ફીમેલ – હર્ષિદા,
રનર્સઅપ મેલ – વૈભવ ઠક્કર
રનર્સઅપ ચાઇલ્ડ – પ્રથમ શાઠ

ડો. કૃપેશ ઠક્કર દ્વારા દેવ તિવારીને પણ પોતાના આગામી આયોજનમાં ગીત આપવાની જાહેરાત કરાઇ હતી. સમગ્ર સૂરસંગ્રામના આયોજનમાં પ્રથમથી સહકાર ક્રિષ્ના ડેવલોપર્સના રાજ વિરડા તથા કિરણ ઠકર, ગોલ્ડન સ્પોન્સર ઓપલ ઇલેક્ટ્રોનીક્સ મુન્દ્રા, ખાવડા ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ, આસ્ક મી ડોટ કોમ, સોહમ ગ્રુપ, સેરોન ફાઈવ સ્પ્લેશ મીડિયા દ્વારા મેનેજમાં સ્પોર્ટીવ પાર્ટનર્સ સિધ્ધિવિનાયક મેન્સવેર, ટી પોસ્ટ તથા કૃતિ ક્રિએશન, વેન્યુ પાર્ટનર રેડિશન, હોટલ, કચ્છ ન્યૂઝ એજનસી ગાંધીધામ, મીડિયા પાર્ટનર કચ્છમિત્ર ઉપરાંત સામાજિક સંસ્થાઓ રોટરેક્ટ તથા ગીવ વાયા ફાઉન્ડેશન તથા આર્ટિસ્ટ મેનેજમેન્ટ બકુલભાઇ જોષી દ્વાર, કરવામાં આવેલું,