ગુરૂપૂજા થકી માતાના ૧૧ રૂપ માં એક એવા શિક્ષિકાનું થયું પૂજન
હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા ચાલતાં ‘મા પર્વ ૨૦૨૩’ અંતર્ગત અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગુરૂપૂજાનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ડૉ. કૃપેશ ઠક્કરના પુસ્તક ‘અર્જુન ઉવાચ: મા પર્વ’ થી પ્રેરિત ત્રીસ દિવસીય તહેવારમાં માતાના અગિયાર સ્વરૂપોની પૂજા સાથે મધર્સ ડે ની ઉજવણી થાય છે ત્યારે અંજારના શિષ્યોએ માતાના સ્વરૂપ એવા તેમના ગુરૂનું પૂજન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. કૃપેશ એ તેમના ગુરુ કલ્પનાબેન મહેતાના પૂજન સાથે કરી ત્યાર બાદ બાળ કલાકારો પર્વ અને વાચા એ તેમના ગુરૂ રીચાબેન ચાવડાની પૂજા કરી તથા શિક્ષિકાઓ શીતલબેન રબારી, ભાવનાબેન ભાવસાર, વૈશાલીબેન ભટ્ટ અને અંકિતાબેન જોશીની તેમના શિષ્યોએ આચાર્ય દેવો ભવ: ની ભાવનાથી પૂજન અને તુલસી માતા વડે સત્કાર કર્યું.
Read More